SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ નોંધ ૬૭૯ ‘સિદ્ધંતિ,’ પછી ‘બુજ્યંતિ,’ પછી ‘મુસ્યંતિ,’ પછી ‘પરિણિવ્વાયંતિ,’ પછી ‘સવ્વદુખ્ખાણમંતંકરંતિ,' એ શબ્દોના રહસ્યાર્થ વિચારવા યોગ્ય છે. ‘સિઝંતિ અર્થાત્ સિદ્ધ થાય, તે પછી ‘બુદ્ધંતિ’ બોધસહિત, જ્ઞાનસહિત હોય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાનરહિત) દશા આત્માની કોઈ માને છે તેનો નિષેધ ‘બુજ્યંતિ’થી સૂચવ્યો. એમ સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુવ્યંતિ એટલે સર્વ કર્મથી રહિત થાય અને તેથી પાછા 'પરિણિવ્વાયંતિ' અર્થાત્ નિર્વાણ પામે, કમરહિત થયા હોવાથી ફરી જન્મ અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણવિશેષે અવતાર ધારણ કરે તે મતનો ‘પરિણિવ્વાયંતિ’ કરી નિષેધ સૂચવ્યો. ભવનું કારણ કર્મ, તેથી સર્વથા જે મુકાયા છે તે ફરી ભવ ધારણ ન કરે. કારણ વિના કાર્ય ન નીપજે. આમ નિર્વાણ પામેલા 'સદુખાણમંતકરંતિ' અર્થાત્ સર્વ દુઃખનો અંત કરે, તેમને દુઃખનો સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે. આમ કહી મુક્ત આત્માઓને શૂન્યતા છે, આનંદ નથી એ મતનો નિષેધ સૂચવ્યો. ૩૭ 'अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया; नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः' અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ તેનાં નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી ખોલ્યાં તે શ્રી સદ્ગુરુને નમસ્કાર, 'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम्, ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये.' મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણોની પ્રાપ્તિ અર્થે હું વધુ છે. અત્રે મોક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાયસહિત બધાં પદો તથા મોક્ષ પામેલાનો સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તત્ત્વોનો સ્વીકાર કર્યો. મોક્ષ, બંધની અપેક્ષા રાખે છે; બંધ, બંધનાં કારણો આસવ, પુણ્ય પાપ કર્મ, અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ જોયો, જાણ્યો, અનુભવ્યો હોય તે નેતા થઈ શકે. એટલે મોક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગનો સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવઅજીવાદિ નવે તત્ત્વ, છયે દ્રવ્ય, આત્માના હોવાપણા આદિ છયે પદ અને મુક્ત આત્માનો સ્વીકાર કર્યો. મોક્ષમાર્ગ ઉપદેશવાનું, તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરુષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, મુક્ત થઈ શકે છે, એવા દેહધારી મુક્ત પુરુષ જ બોધ કરી શકે છે એમ સૂચવ્યું, દેરહિત અપૌરુષેય બોધનો નિષેધ કર્યો. કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કર્મરૂપ પર્વતો તોડવાથી મોક્ષ થાય એમ સૂચવ્યું; અર્થાત્ કર્મરૂપ પર્વતો સ્વવીર્યે કરી દેહધારીપણે તોડ્યા, અને તેથી જીવન્મુક્ત થઈ મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગના બતાવનાર થયા. ફરી ફરી દેહ, ધારણ કરવાનું, જન્મવા મરવારૂપ સંસારનું કારણ કર્મ છે; તેને સમૂળાં છેદ્યાથી, નાશ કર્યાથી, તેમને ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું, મુક્ત આત્મા ફરી અવતાર ન લે એમ સૂચવ્યું. વિશ્વતત્ત્વના જ્ઞાતા, સમસ્ત દ્રવ્યપર્યાયાત્મક લોકાલોકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy