SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ઉપદેશ નોંધ ૬૯ ચાલ્યો જા. રસ્તો સુલભ છે, આ રસ્તો સુલભ છે.' પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે. ܀܀܀܀܀ ૧૫ મુંબઈ, કારતક વદ ૧૧, ૧૯૫૬ શ્રી સત. ૧. શ્રી પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર, ૧૧. શ્રી ક્ષપણાસાર. ૨. શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાય. ૧૨. શ્રી લબ્ધિસાર. 3. શ્રી પદ્મનંદિ પંચવિંશતિ. ૧૩. શ્રી ત્રિલોકસાર ૪. શ્રી ગોમટસાર. ૧૪. શ્રી તત્ત્વસાર. ૫. શ્રી રત્નકરંડ શ્રાવકાચાર. ૧૫. શ્રી પ્રવચનસાર. ૬. શ્રી આત્માનુશાસન. ૧૬. શ્રી સમયસાર. ૭. શ્રી મોક્ષમાર્ગપ્રકાશ. ૧૭, શ્રી પંચાસ્તિકાય. ૮. શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા. ૧૮. શ્રી અષ્ટપ્રાકૃત. ૯. શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય. ૧૯. શ્રી પરમાત્મપ્રકાશ. ૧૦, શ્રી ક્રિયા કોષ, ૨૦. શ્રી રયણસાર. આદિ અનેક છે. દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક એ સશ્રુત સેવવા યોગ્ય છે. એ ફળ અલૌકિક છે. અમૃત છે. ૧૬ મુંબઈ, કાર્તિક વદ ૧૧, ૧૯૫૬ જ્ઞાનીને ઓળખો, ઓળખીને એઓની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે. જ્ઞાનીઓ જગતને તૃણવત્ ગણે છે, એ એઓના જ્ઞાનનો મહિમા સમજવો. કોઈ મિથ્યાભિનિવેશી જ્ઞાનનો ડોળ કરી જગતનો ભાર મિથ્યા શિર વહતો હોય તો તે હાંસીપાત્ર છે. ૧૭ મુંબઈ, કારતક વદ ૧૧, ૧૯૫૬ વસ્તુતઃ બે વસ્તુઓ છે. જીવ અને અજીવ. સુવર્ણનામ લોકોએ કલ્પિત આપ્યું. તેની ભસ્મ થઈને પેટમાં ગયું. વિષ્ટા પરિણમી ખાતર થયું; ક્ષેત્રમાં ઊગ્યું; ધાન્ય થયું; લોકોએ ખાધું; કાળાંતરે લોઢું થયું. વસ્તુતઃ એક દ્રવ્યના જુદા જુદા પર્યાયોને કલ્પનારૂપે જુદાં જુદાં નામ અપાયાં. એક દ્રવ્યના ભિન્ન ભિન્ન પર્યાયો વડે લોક ભ્રાંતિમાં પડી ગયું. એ ભ્રાંતિએ મમતાને જન્મ આપ્યો. રૂપિયા વસ્તુતઃ છે, છતાં લેણદાર દેણદારને મિથ્યા ઝઘડા થાય છે. લેણદારની અધીરાઈથી એને મન રૂપિયા ગયા જાણે છે. વસ્તુતઃ રૂપિયા છે, તેમજ જુદી જુદી કલ્પનાએ ભ્રમજાળ પાથરી દીધી છે, તેમાંથી જીવ- અજીવનો, જડ-ચૈતન્યનો ભેદ કરવો એ વિકટ થઈ પડ્યું છે. ભ્રમજાળ યથાર્થ લક્ષમાં ઊતરે, તો જડ-ચૈતન્ય ક્ષીર- નીરવત્ ભિન્ન સ્પષ્ટ ભાસે. ૧૮ મુંબઈ, કા. વદ ૧૨, ૧૯૫૬ ‘ઇનૉક્યુલેશન’- મરકીની રસી. રસીના નામે દાકતરોએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારાં નિરપરાધી અશ્વ આદિને રસીના બહાને રિબાવી મારી નાખે છે, હિંસા કરી પાપને પોષે છે, પાપ ઉપાર્જે છે. પૂર્વે પાપાનુબંધી પુણ્ય ઉપાર્જ્ય છે, તે યોગે વર્તમાનમાં તે પુણ્ય ભોગવે છે,
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy