SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮ http://www.ShrimadRajchandra.org પ્ર- સ્વભાવદશા શો ગુણ આપે ! પ્રશ્ન- વિભાવદશા શું ફળ આપે ? શ્રીમદ્ રાજચંદ્ર ઉ- તથારૂપ સંપૂર્ણ હોય તો મોક્ષ થાય. ઉ- જન્મ, જરા, મરણાદિ સંસાર. પ્ર૦- વીતરાગની આજ્ઞાથી પોરસીની સ્વાધ્યાય કરે તો શો ગુણ થાય ? ઉo- તથારૂપ હોય તો યાવત્ મોક્ષ થાય. પ્રઃ- વીતરાગની આજ્ઞાથી પોરસીનું ધ્યાન કરે તો શો ગુણ થાય ? ઉ- તથારૂપ હોય તો થાવત્ મોક્ષ થાય. આ પ્રમાણે તમારા પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તર લખું છું. લૌકિકભાવ છોડી દઈ, વાચાજ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિનિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માર્થે પ્રવર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય. નિજકલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બોલો શીખી લઈને સદ્વ્યવહાર લોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી; અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંમવતું નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, નાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે તે આચરે, આત્માર્થી જન એહ. ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ એકાંત ક્રિયા જડત્વમાં અથવા એકાંત શબ્દજ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય, ܀܀܀܀܀ ૯૧૯ વવાણિયા, વૈશાખ વદ ૮, મંગળ, ૧૯૫૬ પ્રમત્ત-પ્રમત્ત એવા વર્તમાન જીવો છે, અને પરમ પુરુષોએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે, માટે તે વિરોધ શાંત થવા પરમ પુરુષનો સમાગમ, ચરણનો યોગ જ પરમ હિતકારી છે. ૯૨૦ ૐ શાંતિ વવાણિયા, વૈશાખ વદ ૮, મંગળ, ૧૯૫૬ ભાઈ છગનલાલનું અને તમારું લખેલું એમ બે પત્ર મળ્યાં. વીરમગામ કરતાં અત્ર પ્રથમ સહજ પ્રકૃતિ નરમ રહી હતી. હાલ સહજ પણ વધતી આરોગ્યતા પર હશે એમ જણાય છે. ܀܀܀܀܀ ॐ परमशांतिः વવાણિયા, વૈશાખ વદ ૯, બુધ, ૧૯૫૬ ૯૨૧ ဒီ ‘મોક્ષમાળા'માં શબ્દાંતર અથવા પ્રસંગવિશેષમાં કોઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તે કરશો. ઉપોદઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશો. જીવચરિત્રની વૃત્તિ ઉપાંત કરશો. ઉપોદ્ઘાતથી વાચકને, શ્રોતાને અલ્પ અલ્પ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાનીપુરુષોના આત્મસ્વભાવરૂપ પરમ ધર્મનો વિચાર કરવાની સ્ફુરણા થાય એવો લક્ષ સામાન્યપણે રાખશો. સહજ સૂચના છે. ૯૨૨ શાંતિઃ વવાણિયા, વૈશાખ વદ ૯, બુધ, ૧૯૫૬ સાણંદથી મુનિશ્રીએ શ્રી અંબાલાલ પ્રત્યે લખાવેલું પત્ર સ્તંભતીર્થથી આજે અત્રે મળ્યું.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy