SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૨ મું 939 ૮૮૫ મુંબઈ, શ્રાવણ સુદ ૩, ૧૯૫૫ પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્ધર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્ધર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમપુરુષની મુખ્ય ભક્તિ છે. ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગ્રહવાસી જનોએ સદ્દ્યમરૂપ આજીવિકાવ્યવહાર સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે. ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાનીપુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સજમાં પ્રાપ્ત થાય. ૮૮૬ મોહમયીક્ષેત્ર, શ્રાવણ સુદ ૭, ૧૯૫૫ શ્રી ‘પદ્મનંદી શાસ્ત્ર’ની એક પ્રત કોઈ સારા સાથયોગે વસોક્ષેત્રે મુનિશ્રીને સંપ્રાપ્ત થાય એમ કરશો. બળવાન નિવૃત્તિવાળા દ્રવ્યક્ષેત્રાદિ યોગમાં તે સત્શાસ્ત્ર તમે વારંવાર મનન અને નિદિધ્યાસન કરશો. પ્રવૃત્તિવાળાં દ્રવ્યક્ષેત્રાદિમાં તે શાસ્ત્ર વાંચવું યોગ્ય નથી. ત્રણ યોગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સમ્યક્ પ્રવૃત્તિ હોય ત્યારે મહત્પુરુષના વચનામૃતનું મનન પરમ શ્રેયનું મૂળ દેઢીભૂત કરે છે; ક્રમે કરીને પરમપદ સંપ્રાપ્ત કરે છે. ચિત્ત અવિક્ષેપ રાખી પરમશાંત શ્રુતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે. ૮૮૭ મોહમયી, શ્રાવણ વદ ૦)), ૧૯૫૫ અગમ્ય છતાં સરળ એવા મહત્પુરુષોના માર્ગને નમસ્કાર સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહતભાગ્યના હૃદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહત્પુરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષુતાવાળા આત્માને મહત્પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાનીપુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષુતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્તયોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે. વર્તમાનકાળમાં તેવા મહત્પુરુષનો યોગ અતિ દુર્લભ છે. કેમકે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે; એમ છતાં પણ સાચી મુમુક્ષુના જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિદિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે. ‘આત્માનુશાસન’ હાલ મનન કરવા યોગ્ય છે. ૮૮૮ ă શાંતિ મુંબઈ, ભાદ્રપદ સુદ ૫, શિવ, ૧૯૫૫ જે વચનોની આકાંક્ષા છે તે ઘણું કરીને થોડા વખતમાં પ્રાપ્ત થશે. ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સદ્ભુત અને સન્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy