SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જે સમ્રુતની જિજ્ઞાસા છે, તે સમ્રુત થોડા દિવસમાં પ્રાપ્ત થવાનો સંભવ છે એમ મુનિશ્રીને નિવેદન કરશો. વીતરાગ સન્માની ઉપાસનામાં વીય ઉત્સાહમાન કરશો. ܀܀܀܀܀ ૮૭૨ વવાણિયા, વૈશાખ સુદ ૭, ૧૯૫૫ ગૃહવાસનો જેને ઉદય વર્તે છે, તે જો કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઇચ્છતા હોય તો તેના મૂળ હેતુભૂત એવા અમુક સદ્ધર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં 'ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર' તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે, એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર જો ધ્યાન આપવામાં આવે, અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તો કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે, અથવા જ્ઞાનીનો માર્ગ આત્મપરિણામી થાય છે, જે પર ધ્યાન આપવું યોગ્ય છે. ܀܀܀܀܀ ૮૭૩ ઈડર, વૈશાખ વદ ૬, મંગળવાર, ૧૯૫૫ શનિવાર પર્યંત અહીં સ્થિરતા સંભવે છે. રવિવારે તે ક્ષેત્રે આગમન થવાનો સંભવ છે. આથી કરીને મુનિશ્રીને ચાતુર્માસ કરવા યોગ્ય ક્ષેત્રે વિચરવાની ત્વરા હોય, તે વિષે કંઈ સંકોચ પ્રાપ્ત થતો હોય, તો આ કાગળ પ્રાપ્ત થયેથી જણાવશો તો એક દિવસ અત્ર ઓછી સ્થિરતા કરવાનું થશે. નિવૃત્તિનો યોગ તે ક્ષેત્રે વિશેષ છે. તો ‘કાર્તિકેયાનુપ્રેક્ષા'નું વારંવાર નિદિધ્યાસન કર્તવ્ય છે, એમ મુનિશ્રીને યથાવિનય જણાવવું યોગ્ય છે. બાહ્યાજ્યંતર અસંગપણું પામ્યા છે એવા મહાત્માઓને સંસારનો અંત સમીપ છે, એવો નિઃસંદેહ જ્ઞાનીનો નિશ્ચય છે. ܀܀܀܀ ૮૭૪ ઈડર, વૈશાખ વદ ૧૦, શનિવાર, ૧૯૫૫ 30 હવે સ્તંભતીર્થથી કિસનદાસજી કૃત ‘ક્રિયાકોષ’નું પુસ્તક પ્રાપ્ત થયું હશે. તેનું આદ્યંત અધ્યયન કર્યા પછી સુગમ ભાષામાં એક નિબંધ તે વિષે લખવાથી વિશેષ અનુપ્રેક્ષા થશે; અને તેવી ક્રિયાનું વર્તન પણ સુગમ છે એમ સ્પષ્ટતા થશે, એમ સંભવ છે. સોમવાર પર્યંત અત્રે સ્થિતિનો સંભવ છે. રાજનગરમાં પરમ તત્ત્વદૃષ્ટિનો પ્રસંગોપાત્ત ઉપદેશ થયો હતો, તે અપ્રમત્ત ચિત્તથી વારંવાર એકાંતયોગમાં સ્મરણ કરવા યોગ્ય છે. એ જ વિનંતિ. ૮૭૫ મુંબઈ, જેઠ, ૧૯૫૫ પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અહીં સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્મમાગમ । સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy