SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ 930 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૮૫૭ ઇંડર, માર્ગ વદ૦)), ગુરુ, સવારે, ૧૯૫૫ ૐ નમઃ આત્માર્થી ભાઈ અંબાલાલ તથા મુનદાસ પ્રત્યે, સ્તંભતીર્થ. મુનદાસનો લખેલો કાગળ મળ્યો. વનસ્પતિ સંબંધી ત્યાગમાં અમુક દશથી પાંચ વનસ્પતિનો હાલ આગાર રાખી બીજી વનસ્પતિથી વિરામ પામતાં આજ્ઞાનો અતિક્રમ નથી. તમ વગેરેને હાલ અભ્યાસાદિ કેમ વર્તે છે ? સદેવગુરુશાસ્ત્રભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. ܀܀܀܀ શ્રી મો ઈડર, પૌષ, ૧૯૫૫ ૮૫૮ मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणिट्ठअत्थेसु, थिरमिज्छह जह चितं विचित्तझाणप्पसिद्धीए ||४९ || पणतीस सोल छप्पण चदु दुगमेगं च जवह झारह परमेट्ठियाचयाणं अण्ण च गुरुवरसेण ||૬|| જો તમે સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે પાંત્રીશ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક એમ પરમેષ્ઠીપદના વાચક છે તેનું જપપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. जं किंचि वि चिंतंतो णिरीहविती हवे जदा साहू, लद्धूणय एयत्तं तदाहु तं तस्स णिच्चयं झाणं ॥ ५६ ॥ - द्रव्यसंग्रह ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિઃસ્પૃહ વૃત્તિમાન અર્થાત્ સર્વ પ્રકારની ઇચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે. ૮૫૯ 30 ઈડર, પોષ સુદ ૧૫, ગુરુ, ૧૯૫૫ તમે લખેલો ૧ કાગળ તથા મુનદાસે લખેલા ૩ કાગળ મળ્યા છે. વર્ષોમાં ગ્રહણ કરેલા નિયમાનુસાર લીલોતરીમાં વિરતિપણે મુનદાસે વર્તવું, બે લોકના સ્મરણનો નિયમ શારીરિક ઉપદ્રવ વિશેષ વિના હમેશ નિર્વાહવો. ઘઉં અને ઘી શારીરિક હેતુથી ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. કિંચિત્ દોષ સંભાવ્યમાન થયો હોય તો તેનું પ્રાયશ્ચિત્ત શ્રી દેવકીર્ણ મુનિ આદિની સમીપે લેવું યોગ્ય છે. તમારે અથવા કોઈ બીજા મુમુક્ષુઓએ નિયમાદિનું ગ્રહણ તે મુનિઓ સમીપે કર્તવ્ય છે. પ્રબળ કારણ વિના તે સંબંધી અમને પત્રાદિ દ્વારા ન જણાવતાં મુનિઓ પ્રત્યેથી તે સંબંધી સમાધાન જાણવું યોગ્ય છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy