SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ઉપાદેય(આદરવાયોગ્ય)ને ઉપાદેયરૂપે દેખે, જાણે, જણાવે. પણ સમદર્શી આત્મા તે બધામાં મારાપણું, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ, રાગદ્વેષ ન કરે. સુગંધ દેખી પ્રિયપણું ન કરે; દુર્ગંધ દેખી અપ્રિયતા, દુગંછા ન આણે. (વ્યવહારથી) સારું ગણાતું દેખી આ મને હોય તો ઠીક એવી ઇચ્છાબુદ્ધિ (રાગ, રતિ) ન કરે. (વ્યવહારથી) માઠું ગણાતું દેખી આ મને ન હોય તો ઠીક એવી અનિચ્છાબુદ્ધિ (દ્વેષ, અરતિ) ન કરે. પ્રાપ્ત સ્થિતિ-સંજોગમાં સારું-માઠું, અનુકૂળ-પ્રતિકૂળ, ઇષ્ટાનિષ્ટપણું, આકુળવ્યાકુળપણું, ન કરતાં તેમાં સમવૃત્તિએ અર્થાત્ પોતાના સ્વભાવે, રાગદ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા. શાતા-અશાતા, જીવન-મૃત્યુ, સુગંધ-દુર્ગંધ, સુસ્વર-દુસ્વર, રૂપ-કુરૂપ, શીત-ઉષ્ણ આદિમાં હર્ષ-શોક, રતિ- અરતિ, ઇષ્ટ-અનિષ્ટપણું, આર્ત્તધ્યાન ન વર્તે તે સમદર્શિતા. હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનો પરિહાર સમદર્શીને વિષે અવશ્ય હોય. અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શીપણું ન સંભવે. સમદર્શિતા અને અહિંસાદિ વ્રતોને કાર્યકારણ, અવિનાભાવી અને અન્યોન્યાશ્રય સંબંધ છે. એક ન હોય તો બીજું ન હોય, અને બીજાં ન હોય તો પહેલું ન હોય. સમદર્શિતા હોય તો અહિંસાદિ વ્રત હોય. સમદર્શિતા ન હોય તો અહિંસાદિ વ્રત ન હોય અહિંસાદિ વ્રત ન હોય. તો સમદર્શિતા ન હોય. અહિંસાદિ વ્રત હોય તો સમદર્શિતા હોય. જેટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસાદિ વ્રત અને જેટલે અંશે અહિંસાદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા. સદ્ગુરુયોગ્ય લક્ષણરૂપ સમદર્શિતા, મુખ્યતાએ સર્વવિરતિ ગુણસ્થાનકે હોય; પછીનાં ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય; ક્ષીણમોહસ્થાને તેની પરાકાષ્ઠા અને પછી સંપૂર્ણ વીતરાગતા. સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં; અર્થાત્ કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સમ્રુત અને અસત્પ્રતમાં સમપણું ગણવું, અથવા સદ્ધર્મ અને અસદ્ધર્મમાં અભેદ માનવો, અથવા સદ્ગુરુ અને અસદ્ગુરુને વિષે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સદેવ અને અસદેવને વિષે નિર્વિશેષપણું દાખવવું અર્થાત્ બન્નેને એક સરખા ગણવા, ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં, એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકવિકળતા. સમદર્શી સતને સત્ જાણે, બોધે; અસતને અસત્ જાણે, નિષેધે; સશ્રુતને સમ્રુત જાણે, બોધે; કુશ્રુતને કુશ્રુત જાણે, નિષેધે; સધર્મને સદ્ધર્મ જાણે, બોધે; અસદ્ધર્મને અસદ્ધર્મ જાણે, નિષેધે; સદ્ગુરુને સદ્ગુરુ જાણે, બોધે; અસદ્ગુરુને અસદ્ગુરુ જાણે, નિષેધે; સદેવને સદૈવ જાણે, બોધે; અસદેવને અસદૈવ જાણે, નિષેધે; ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં રાગદ્વેષ, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે; એ પ્રકારે સમદર્શીપણું સમજવું. ૐ ܀܀܀܀܀ ૮૩૮ નમો વીતરાગાય મુંબઇ, જયેષ્ઠ વદ ૧૪, શનિ, ૧૯૫૪ મુનિઓના સમાગમમાં બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરવા સંબંધમાં યથાસુખ પ્રવર્તશો, પ્રતિબંધ નથી. શ્રી લલ્લુજી મુનિ તથા દેવકીર્ણાદિ મુનિઓને જિનસ્મરણ પ્રાપ્ત થાય. મુનિઓ પ્રત્યેથી કાગળ મળ્યો હતો. એ જ વિજ્ઞાપન. ܀܀܀܀܀ શ્રી રાજચંદ્ર દેવ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy