SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ૩૧૨ શ્રીમદ્ રાજચંદ્ર ૮૦૪ મુંબઈ, ભાદરવા સુદ ૯, રવિ, ૧૯૫૩ મુનિપથાનુગામી શ્રી લલ્લુજી આદિ મુમુક્ષુઓ તથા શુભેચ્છાયોગ્ય ભાવસાર મનસુખલાલ આદિ મુમુક્ષુઓ, શ્રી ખેડા, અત્ર ક્ષણ પર્યંત તમારો કંઇ પણ અપરાધ કે અવિનય આ જીવી થયો હોય તે નમ્ર ભાવી ખમાવું છું. ૮૦૫ મુંબઈ, ભાદરવા સુદ ૯, રવિ, ૧૯૫૩ તમને તથા શ્રી અંબાલાલ આદિ સર્વ મુમુક્ષુઓને અત્ર ક્ષણ પર્યત તમારો કોઇનો મારાથી કંઇ અપરાધ કે અવિનય થયો હોય તે ખમાવું છું એ ફેણાયથી ભાઇ પોપટનું પત્તું મળ્યું હતું, હાલ કોઇ સગ્રંથ વાંચવા તેમને જણાવશો, એ જ વિનંતિ. COS મુંબઈ, ભાદરવા વદ ૮, રવિ, ૧૯૫૩ શ્રી ડુંગર આદિ મુમુક્ષુઓ, મન વગેરેની ઓળખાણનાં પ્રશ્નો મગનલાલે લખ્યાં તે સમાગમમાં પૂછવાથી સમજવાં ઘણાં સુલભ પડશે. પત્ર વાટે સમજાવાં કઠણ છે. શ્રી લહેરાભાઇ આદિ મુમુક્ષુઓને આત્મસ્મરણપૂર્વક યથાવિનય પ્રાપ્ત થાય. જીવને પરમાર્થ પામવામાં અપાર અંતરાય છે, તેમાં પણ આવા કાળને વિષે તો તે અંતરાયોનું અવર્ણનીય બળ હોય છે. શુભેચ્છાથી માંડી કેવલ્ય પર્વતની ભૂમિકાએ પહોંચતાં હામ ઠામ તે અંતરાયો જોવામાં આવે છે, અને જીવને વારંવાર તે અંતરાયો પરમાર્થ પ્રત્યેથી પાડે છે. જીવને મહત્ પુણ્યના ઉદયથી જો સત્સમાગમનો અપૂર્વ લાભ રહ્યા કરે તો તે નિર્વિઘ્નપણે કૈવલ્ય પર્વતની ભૂમિકાએ પહોંચી જાય છે. સન્સમાગમના વિયોગમાં જીવે આત્મબળને વિશેષ જાગ્રત રાખી સત્શાસ્ત્ર અને શુભેચ્છાસંપન્ન પુરુષોના સમાગમમાં રહેવું યોગ્ય છે. ૮૦૭ મુંબઈ, ભાદ્રપદ દિ ૦)), રવિ, ૧૯૫૩ શરીરાદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબરવૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઇ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશૈલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા યોગ્ય નથી. તેમ જ વસ્ત્રનો આગ્રહ કરી દિગંબરવૃત્તિનો એકાંત નિષેધ કરી વસ્ત્ર મૃદિ કારણોથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી, દિગંબર અને શ્વેતાંબરપણું દેશ, કાળ, અધિકારીયોગે ઉપકારનો હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્યું તેમ પ્રવર્તતાં આત્માર્થ જ છે. “મોક્ષમાર્ગપ્રકાશ”માં વર્તમાન જિનાગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે, તે નિષેધ કર્તવ્ય નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહનાં સ્થાન છે, પણ સત્પુરુષની દૃષ્ટિએ જોતાં તેનું નિરાકરણ થાય છે, માટે ઉપશમર્દષ્ટિએ તે આગમો અવલોકન કરવામાં સંશય કર્તવ્ય નથી.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy