SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કોઇ એક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, અથવા મતિના મુખ્યત્વને લીધે ઊંચી દશા પામતાં અટકતા હોય, અથવા અસત સમાગમથી મતિ વ્યામોહ પામી અન્યથા ત્યાગવૈરાગ્યને ત્યાગવૈરાગ્યપણે માની લીધા હોય તેના નિષેધને અર્થે કરુણાબુદ્ધિથી જ્ઞાની યોગ્ય વયને તેનો નિષેધ ક્વચિત કરતા હોય તો વ્યામોહ નહીં પામતાં તેનો સòતુ સમ યથાર્થ ત્યાગવૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું યોગ્ય છે. ૭૮૬ મુંબઇ, અસાડ વદ ૧, ગુરુ, ૧૯૫૩ ‘સકળ સંસારી ઇંદ્રિયરામી, મુનિગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિકામી રે. આર્ય સૌભાગની અંતરંગદશા અને દેહમુક્ત સમયની દશા, હૈ મુનિઓ ! તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. હે મુનિઓ । દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાનો સતત ઉપયોગ સિદ્ધ કરવો યોગ્ય છે. જેમણે જગતસુખસ્પૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે. તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે. જે શ્રુતી અસંગના ઉલ્લસે તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે. 6268 મુંબઇ, અસાડ વદ ૧, ગુરુવાર, ૧૯૫૩ શ્રી સોભાગના દેહમુક્ત સમયની દશા વિષેનું પત્ર લખ્યું તે પણ અત્રે મળ્યું છે. કર્મગ્રંથનું સંક્ષેપ સ્વરૂપ લખ્યું તે પણ અત્રે મળ્યું છે. આર્ય સોભાગની બાહ્યાત્યંતર દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે. શ્રી નવલચંદે દર્શાવેલાં પ્રશ્નનો વિચાર આગળ પર કર્તવ્ય છે જગતસુખસ્પૃહામાં જેમ જેમ ખેદ ઊપજે તેમ તેમ જ્ઞાનીનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય. ܀܀܀܀܀ ૭૮૮ પરમ સંયમી પુરુષોને નમસ્કાર મુંબઇ, અસાડ વદ ૧૧, રવિ, ૧૯૫૩ અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયોજનની પેઠે કરવાનો હ્રદય વર્ત્યા છતાં જે પુરુષો તે હૃદયથી ક્ષોભ ન પામતાં સહજભાવ સ્વધર્મમાં નિશ્ચળપણે રહ્યા છે, તે પુરુષોના ભીષ્મવ્રતનું વારંવાર સ્મરણ કરીએ છીએ. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. ܀܀܀܀܀ ૭૮૯ ૐ નમઃ મુંબઇ, અસાડ વદ ૧૪, બુધ, ૧૯૫૩ પ્રથમ કાગળ મળ્યો હતો. હાલ એક પત્તું મળ્યું છે. મણિરત્નમાળાનું પુસ્તક ફરીથી વાંચવાનું કર્યાથી વધારે મનન થઇ શકશે. શ્રી ડુંગર તથા લહેરાભાઇ આદિ મુમુક્ષુઓને ધર્મસ્મરણ પ્રાપ્ત થાય. શ્રી ડુંગરને જણાવશો કે પ્રસંગોપાત્ત કંઇ જ્ઞાનવાર્તા પ્રશ્નાદિ લખશો અથવા લખાવશો. સત્શાસ્ત્રનો પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યોગ્ય છે. એકબીજાના સમાગમમાં આવતાં આત્માર્થ વાર્તા કર્તવ્ય છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy