SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૯૯ કરે અને કોઇ એક જીવની અપેક્ષાએ કવચિત્ ચાર ભવ થાય. યુગલિયાનું આયુષ બંધાયા પછી ક્ષાયિક સમકિત આવ્યું હોય, તો ચાર ભવ થવાનો સંભવ છે; ઘણું કરીને કોઇક જીવને આમ બને છે. ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઇ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઇક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તારસહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઇ વીતરાગ દશા થાય છે. તથારૂપ સત્પુરૂષના પ્રત્યક્ષ યોગ વિના એ સમકિત આવવું કઠણ છે. તેવા પુરુષનાં વચનરૂપ શાસ્ત્રોથી કોઇક પૂર્વે આરાધક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે; અથવા કોઇ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઇક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે. ܀܀܀܀܀ ૭૭૨ ૐ સર્વજ્ઞાય નમઃ વવાણિયા, ચૈત્ર સુદ ૧૦, સૌમ ૧૯૫૩ કેટલાક રોગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થયે અસર કરે છે, કેમકે તે રોગાદિના હેતુનો કર્મબંધ કંઇ પણ તેવા પ્રકારનો હોય છે. ઔષધાદિ નિમિત્તથી તે પુદ્ગલ વિસ્તારમાં પ્રસરી જઇને અથવા ખસી જઇને વેદનીયના ઉદયનું નિમિત્તપણું છોડી દે છે. તેવી રીતે નિવૃત્ત થવા યોગ્ય તે રોગાદિ સંબંધી કર્મબંધ ન હોય તો તેના પર ઔષધાદિની અસર થતી નથી, અથવા ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી, કે સમ્યક્ ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી. કે અમુક કર્મબંધ કેવા પ્રકારનો છે તે તથારૂપ જ્ઞાનદૃષ્ટિ વિના જાણવું કઠણ છે. એટલે ઔષધાદિ વ્યવહારની પ્રવૃત્તિ એકાંતે નિષેધી ન શકાય. પોતાના દેહના સંબંધમાં કોઇ એક પરમ આત્મદૃષ્ટિવાળા પુરુષ તેમ વર્તે તો, એટલે ઔષધાદિ ગ્રહણ ન કરે તો તે યોગ્ય છે; પણ બીજા સામાન્ય જીવો તેમ વર્તવા જાય તો તે એકાંતિક દૃષ્ટિથી કેટલીક હાનિ કરે; તેમાં પણ પોતાને આશ્રિત રહેલા એવા જીવો પ્રત્યે અથવા બીજા કોઇ જીવ પ્રત્યે રોગાદિ કારણોમાં તેવો ઉપચાર કરવાના વ્યવહારમાં વર્તી શકે તેવું છે છતાં ઉપચારાદિ કરવાની ઉપેક્ષા કરે તો અનુકંપા માર્ગ છોડી દેવા જેવું થાય. કોઇ જીવ ગમે તેવો પીડાતો હોય તોપણ તેની આસનાવાસના કરવાનું તથા ઔષધાદિ વ્યવહાર છોડી દેવામાં આવે તો તેને આર્ત્તધ્યાનના હેતુ થવા જેવું થાય, ગૃહસ્થવ્યવહારમાં એવી એકાંતિક દૃષ્ટિ કરતાં ઘણા વિરોધ ઉત્પન્ન થાય. ત્યાગવ્યવહારમાં પણ એકાંત ઉપચારાદિનો નિષેધ જ્ઞાનીએ કર્યો નથી. નિગ્રંથને સ્વપરિગ્રહિત શરીરે રોગાદિ થાય ત્યારે ઔષધાદિ ગ્રહણ કરવામાં એવી આજ્ઞા છે કે જ્યાં સુધી આર્ત્તધ્યાન ન ઉપજવા યોગ્ય દૃષ્ટિ રહે ત્યાં સુધી ઔષધાદિ ગ્રહણ ન કરવું, અને તેવું વિશેષ કારણ દેખાય તો નિરવદ્ય ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી, અથવા યથાસૂત્ર ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી; અને બીજા નિર્ગુથને શરીરે રોગાદિ થયું હોય ત્યારે તેની વૈયાવચ્ચાદિ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy