SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૯૫ ૧૫૬ જે પરદ્રવ્યને વિષે શુભ અથવા અશુભ રાગ કરે છે તે જીવ સ્વચારિત્રથી ભ્રષ્ટ છે અને પરચારિત્ર આચરે છે એમ જાણવું. ૧૫૭ જે ભાવ વડે આત્માને પુષ્ટ અથવા પાપઆસવની પ્રાપ્તિ થાય તેમ પ્રવર્તમાન આત્મા પરચારિત્રમાં વર્તે છે એમ વીતરાગ સર્વજ્ઞે કહ્યું છે. ૧૫૮ જે સર્વ સંગમાત્રથી મુક્ત થઇ, અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે. નિર્મલ જ્ઞાતા-દ્રષ્ટા છે તે સ્વચારિત્ર” આચરનાર જીવ છે. ૧૫૯ પરદ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિર્વિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે તે સ્વચારિત્રાચરણ છે. ૧૬૦ ધર્માસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે “સમ્યક્ત્વ”, બાર અંગ અને પૂર્વનું જાણપણું તે ‘જ્ઞાન”, તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે વ્યવહાર મોક્ષમાર્ગ' છે. ૧૦૧ તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય જ્યાં અન્ય કિંચિત્ માત્ર કરતો નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં ‘નિશ્ચય-મોક્ષમાર્ગ’ સર્વજ્ઞ વીતરાગે કહ્યો છે. ૧૬૨ જે આત્મા આત્મસ્વભાવમય એવાં જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. ૧૬૩ જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે. આ ભાવોની પ્રતીતિ ભવ્યને થાય છે, અભવ્યને થતી નથી. ૧૬૪ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ‘મોક્ષમાર્ગ’ છે, તેની સેવનાથી ‘મોક્ષ’ પ્રાપ્ત થાય છે; અને (અમુક હેતુથી) 'બંધ' થાય છે એમ મુનિઓએ ક્યું છે, ૧૬૫ ૧૬ અતસિદ્ધચૈત્યપ્રવચનમુનિગણજ્ઞાનભક્તિસંપન્ન ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વ કર્મનો ક્ષય કરતો નથી. ૧૬૭ જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વ આગમનો જાણનાર હોય તોપણ ‘સ્વસમય’ નથી જાણતો એમ જાણવું. ૧૬૮ ૧૯ તે માટે સર્વ ઇચ્છાથી નિવર્તી નિસંગ અને નિર્મમત્વ થઇને જે સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે તે નિર્વાણને પ્રાપ્ત થાય. ૧૭૦ પરમેષ્ઠીપદને વિષે જેને તત્વાર્થે પ્રીતિપૂર્વક ભક્તિ છે, અને નિસઁપ્રવચનમાં રુચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમજ તે સંયમતપસહિત વર્તે છે તો તેને મોક્ષ કંઇ દૂર નથી. ૧૭૧ અતની, સિદ્ધની, ચૈત્યની, પ્રવચનની ભક્તિસહિત જો તપશ્ચર્યા કરે છે તો તે નિયમથી દેવલોકને અંગીકાર કરે છે. ૧૭૨ તેથી ઇચ્છામાત્રની નિવૃત્તિ કરો. સર્વત્ર કિંચિત્ માત્ર પણ રાગ કરો મા; કેમકે વીતરાગ ભવસાગરને તરે છે. ૧૭૩ માર્ગનો પ્રભાવ થવાને અર્થે, પ્રવચનની ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત ‘પંચાસ્તિકાય’ના સંગ્રહરૂપ આ શાસ્ત્ર મેં કહ્યું. ઇતિ પંચાસ્તિકાયસમાપ્તમ્. ܀܀
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy