SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૯૫ તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિનાં કારણ છે, પણ આકાશ નથી. આ પ્રમાણે લોકનો સ્વભાવ શ્રોતા જીવો પ્રત્યે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. ૯૬ ધર્મ, અધર્મ અને (લોક) આકાશ અપૃથક્ભૂત (એકક્ષેત્રાવગાહી) અને સરખાં પરિમાણવાળાં છે. નિશ્ચયથી ત્રણે દ્રવ્યની પૃથક ઉપલબ્ધિ છે; પોતપોતાની સત્તાથી રહ્યાં છે. એમ એકતા અનેકતા છે. ૯૭ આકાશ, કાળ, જીવ, ધર્મ અને અર્ધમ એ દ્રવ્યો મૂર્તાતારહિત છે, અને પુદ્ગલદ્રવ્ય મૂર્ખ છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. ૯૮ જીવ અને પુદ્ગલ એકબીજાને ક્રિયાનાં સહાયક છે. બીજાં દ્રવ્યો (તે પ્રકારે) સહાયક નથી. જીવ પુદ્ગલદ્રવ્યનાં નિમિત્તથી ક્રિયાવાન હોય છે. કાળના કારણથી પુદ્ગલ અનેક સ્કંધપણે પરિણમે છે. ૯૯ જીવને જે ઇંદ્રિયગ્રાહ્ય વિષય છે તે પુદ્ગલદ્રવ્ય મૂત્ત છે; બાકીનાં અમૂર્ત છે. મન પોતાના વિચારના નિશ્ચિતપણાથી બન્નેને જાણે છે. ૧૦૦ કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બન્નેનો એમ સ્વભાવ છે. ‘નિશ્ચયકાળ’થી ‘ક્ષણભંગુરકાળ' હોય છે. ૧૦૧ કાળ એવો શબ્દ સદ્ભાવનો બોધક છે. તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પન્નવ્યયવાળો છે, અને દીર્ઘાતર સ્થાયી છે. ૧૦૨ એ કાળ, આકાશ, ધર્મ, અધર્મ અને પુદ્ગલ તથા જીવ એ બધાંને દ્રવ્ય એવી સંજ્ઞા છે. કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી. ૧૦૩ એમ નિગ્રંથનાં પ્રવચનનું રહસ્ય એવો, આ પંચાસ્તિકાયના સ્વરૂપવિવેચનનો સંક્ષેપ તે જે યથાર્થપણે જાણીને, રાગ અને દ્વેષથી મુક્ત થાય તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય. ૧૦૪ આ પરમાર્થને જાણીને જે મોહના હણનાર થયા છે અને જોને રાગદ્વેષને શાંત કર્યાં છે તે જીવ સંસારની દીર્ધ પરંપરાનો નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય. ઇતિ પંચાસ્તિકાય પ્રથમ અધ્યાય. ܀܀܀܀܀ ૐ જિનાય નમઃ નમઃ શ્રી સદ્ગુરવે ૧૦૫ મોક્ષના કારણ શ્રી ભગવાન મહાવીરને ભક્તિપૂર્વક મસ્તક નમાવી તે ભગવાનનો કહેલો પદાર્થપ્રભેદરૂપ મોક્ષનો માર્ગ કહું છું. ૧૦૬ સમ્યકૃત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યક઼બુદ્ધિ જેને પ્રાપ્ત થયેલ છે, એવા ભવ્યજીવને મોક્ષમાર્ગ હોય. ૧૦૭ તત્ત્વાર્થની પ્રતીતિ તે 'સમ્યકૃત્વ', તત્ત્વાર્થનું જ્ઞાન તે જ્ઞાન', અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે શાંતભાવ તે ‘ચારિત્ર'. ૧૦૮ ‘જીવ”, “આજીવ’, 'પુણ્ય', 'પાપ', 'આસવ', 'સંવર', ‘નિરા’, ‘બંધ”, અને “મોક્ષ' એ ભાવો તે ‘તત્ત્વ' છે. ૧૦૯ 'સંસારા' અને 'સંસારરહિત' એમ બે પ્રકારના જીવો છે, બન્ને ચૈતન્યોપયોગ લક્ષણ છે. સંસારી દેહસહિત અને અસંસારી દેહરહિત જીવો છે. ૧૧૦ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવસંશ્રિત છે. તે જીવોને મોહનું પ્રબળપણું છે અને સ્પર્શઇંદ્રિયના વિષયનું તેને જ્ઞાન છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy