SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૪ સંસારી જીવ સિદ્ધાત્મા http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સંસાર અવસ્થામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ ઉત્તરોત્તર બંધનાં સ્થાનક છે. સિદ્ધાવસ્થામાં યોગનો પણ અભાવ છે. માત્ર ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્ય સિદ્ધપદ છે, વિભાવ પરિણામ ભાવકર્મ છે. પુદ્ગલસંબંધ ‘દ્રવ્યકર્મ’ છે. ܀܀܀܀܀ [અપૂર્ણ] સં. ૧૯૫૩ ૭૬૧ જ્ઞાનાવરણીયાદિ કર્મનો યોગ્ય જે પુદ્ગલ ગ્રહણ થાય છે તે 'દ્રવ્યાસવ' જાણવો. જિનભગવાને તે અનેક ભેદથી કહ્યો છે. જીવ જે પરિણામથી કર્મનો બંધ કરે છે તે 'ભાવબંધ', કર્મપ્રદેશ, પરમાણુઓ અને જીવનો અન્યોન્ય પ્રવેશરૂપે સંબંધ થવો તે ‘દ્રવ્યબંધ’. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ ચાર પ્રકારનો બંધ છે, પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી થાય છે; સ્થિતિ તથા અનુભાગબંધ કષાયથી થાય છે. આસવને રોકી શકે એવો ચૈતન્યસ્વભાવ તે ભાવસંવર' અને તેથી દ્રવ્યાસવને રોકે તે 'દ્રવ્યસંવર' બીજો છે. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા અને પરિષ′′ય તથા ચારિત્રના ઘણા પ્રકાર તે ‘ભાવસંવર’ના વિશેષ જાણવા. જે ભાવ વડે, તપશ્ચર્યાએ કરીને કે યથાકાળે કર્મના પુદ્ગલો રસ ભોગવાઈ જઈ ખરી પડે છે, તે ‘ભાવનિર્જરા’. તે પુદ્ગલપરમાણુઓનું આત્મપ્રદેશથી ખરી પડવું તે “દ્રવ્યનિર્જરા’. સર્વ કર્મનો ક્ષય થવારૂપ આત્મસ્વભાવ તે 'ભાવોક્ષ'. કર્મવર્ગણાથી આત્મદ્રવ્યનું જાદું થઈ જવું તે દ્રવ્યમોશ'. શુભ અને અશુભ ભાવને લીધે પુણ્ય અને પાપ જીવને હોય છે. શાતા, શુભાયુષ, શુભનામ અને ઉચ્ચ ગોત્રનો હેતુ ‘પુણ્ય’ છે. ‘પાપ’થી તેથી વિપરીત થાય છે. સમ્યકૃદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર મોક્ષનાં કારણ છે. વ્યવહારનયથી તે ત્રણે છે. 'નિશ્ચયથી આત્મા એ ત્રણેમય છે. આત્માને છોડીને એ ત્રણે રત્ન બીજા કોઈ પણ દ્રવ્યમાં વર્તતાં નથી, તેટલા માટે આત્મા એ ત્રણમય છે. અને તેથી મોક્ષકારણ પણ આત્મા જ છે. જીવાદિ તત્ત્વો પ્રત્યે આસ્થારૂપ આત્મસ્વભાવ તે 'સમ્યક્દર્શન', જેથી માઠા આગ્રહથી રહિત 'સમ્યકૃજ્ઞાન' થાય છે. સંશય, વિપર્યય અને ભ્રાંતિથી રહિત આત્મસ્વરૂપ અને પરસ્વરૂપને યથાર્થપણે ગ્રહણ કરી શકે તે ‘સમ્યકજ્ઞાન’, સાકારોપયોગરૂપ છે. તેના ઘણા ભેદ છે. ભાવોનું સામાન્ય સ્વરૂપ જે ઉપયોગ ગ્રહણ કરી શકે તે "દર્શન", એમ આગમમાં કહ્યું છે. 'દર્શન' શબ્દ શ્રદ્ધાના અર્થમાં પણ વપરાય છે. છવાસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે, કેવળી ભગવાનને બન્ને સાથે થાય છે, અશુભભાવથી નિવૃત્તિ અને શુભભાવમાં પ્રવૃત્તિ તે ‘ચારિત્ર. વ્યવહારનયથી તે ચારિત્ર વ્રત, સમિતિ, ગુપ્તિ રૂપે શ્રી વીતરાગોએ કહ્યું છે. સંસારના મૂળ હેતુઓનો વિશેષ નાશ કરવાને અર્થે બાહ્ય અને અંતરંગ ક્રિયાનો જ્ઞાની-
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy