SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩૦ મું ૫૭૩ તેનો આશ્રય કરું તો મને તે જ વસ્તુની પ્રાપ્તિ થાય. તે યોગ વર્તમાનમાં પ્રાપ્ત થવાથી હું સખી ! મને પરમ શીતળતા થઈ. બીજા પતિનો તો કોઈ કાળે વિયોગ પણ થાય, પણ આ મારા સ્વામીનો તો કોઈ પણ કાળે વિયોગ થાય જ નહીં. જ્યારથી તે સ્વામી પ્રસન્ન થયા ત્યારથી કોઈ પણ દિવસ સંગ છોડતા નથી. એ સ્વામીના યોગનો સ્વભાવ સિદ્ધાંતમાં 'સાદિઅનંત' એટલે તે યોગ થવાની આદિ છે, પણ કોઈ દિવસ તેનો વિયોગ થવાનો નથી, માટે અનંત છે, એમ કહ્યો છે; તેથી હવે મારે કોઈ પણ દિવસ તે પતિનો વિયોગ થશે જ નહીં. ૧ હૈ સખી ! આ જગતને વિષે પતિનો વિયોગ ન થાય તે અર્થે જે સ્ત્રીઓ નાના પ્રકારના ઉપાય કરે છે તે ઉપાય સાચા નથી; અને એમ મારા પતિની પ્રાપ્તિ થતી નથી. તે ઉપાયનું મિથ્યાપણું જણાવવા તેમાંના થોડાએક તને કહું છું-- કોઈ એક તો પતિની સાથે કામાં બળવા ઇચ્છે છે, કે જેથી તે પતિની સાથે મેળાપ જ રહે, પણ તે મેળાપનો કંઈ સંભવ નથી, કેમકે તે પતિ તો પોતાના કર્માનુસાર જે સ્થળને પ્રાપ્ત થવાનો હતો ત્યાં થયો, અને સતી થઈને મળવા ઇચ્છે છે એવી તે સ્ત્રી પણ મેળાપને અર્થે એક ચિતામાં બળી મરવા ઇચ્છે છે, તોપણ તે પોતાના કર્માનુસાર દેને પ્રાપ્ત થવાની છે, બન્ને એક જ સ્થળે દેહ ધારણ કરે, અને પતિપત્નીરૂપે યોગ પામીને નિરંતર સુખ ભોગવે એવો કંઈ નિયમ નથી. એટલે તે પતિનો વિયોગ થયો, વળી તેના યોગનો પણ અસંભવ રહ્યો, એવો પતિનો મેળાપ તે મેં ખોટો ગણ્યો છે, કેમકે તેનું ઠામઠેકાણું કંઈ નથી. અથવા પ્રથમ પદનો અર્થ એવો પણ થાય છે કે, પરમેશ્વરરૂપ પતિની પ્રાપ્તિને અર્થે કોઈ કાષ્ઠ ભક્ષણ કરે છે, એટલે પંચાગ્નિની ધૂણીઓ સળગાવી તેમાં કાષ્ઠ હોમી તે અગ્નિનો પરિષ સહન કરે છે, અને તેથી એમ સમજે છે કે પરમેશ્વરરૂપ પતિને પામીશું, પણ તે સમજવું ખોટું છે; કેમકે પંચાગ્નિ તાપવામાં તેની પ્રવૃત્તિ છે; તે પતિનું સ્વરૂપ જાણી, તે પતિને પ્રસન્ન થવાનાં કારણો જાણી, તે કારણોની ઉપાસના તે કરતા નથી, માટે તે પરમેશ્વરરૂપ પતિને ક્યાંથી પામશે ? તેની મતિ જેવા સ્વભાવમાં પરિણમી છે, તેવા જ પ્રકારની ગતિને તે પામશે, જેથી તે મેળાપનું કંઈ ઠામહેકાણું નથી. ૩ હે સખી ! કોઈ પતિને રીઝવવા માટે ઘણા પ્રકારનાં તપ કરે છે, પણ તે માત્ર શરીરને તાપ છે; એ પતિને રાજી કરવાનો માર્ગ મેં ગણ્યો નથી; પતિને રંજન કરવાને તો બન્નેની ધાતુનો મેલાપ થવો તે છે. કોઈ સ્ત્રી ગમે તેટલા કષ્ટથી તપશ્ચર્યા કરી પોતાના પતિને રીઝવવા ઇચ્છે તોપણ જ્યાં સુધી તે સ્ત્રી પોતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિના સ્વભાવાનુસાર કરી ન શકે ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂલપણાને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને તે સ્ત્રીને માત્ર શરીરે સુધાદિ તાપની પ્રાપ્તિ થાય; તેમ કોઈ મુમુક્ષુની વૃત્તિ ભગવાનને પતિપણે પ્રાપ્ત કરવાની હોય તો તે ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રુચિમાન છતાં અનેક પ્રકારનાં તપ તપીને કષ્ટ સેવે, તોપણ તે ભગવાનને પામે નહીં, કેમકે જેમ પતિપત્નીનો ખરો મેલાપ, અને ખરી પ્રસન્નતા ધાતુના એકત્વમાં છે, તેમ હે સખી ! ભગવાનમાં આ વૃત્તિને પતિપણું સ્થાપન કરી તે અચળ રાખવું હોય તો તે ભગવાનની સાથે ધાતુમેલાપ કરવો જ યોગ્ય છે; અર્થાત્ તે ભગવાન જે શુદ્ધચૈતન્યધાતુપણે પરિણમ્યા છે તેવી શુદ્ધચૈતન્ય વૃત્તિ કરવાથી જ તે ધાતુમાંથી પ્રતિકૂલ સ્વભાવ નિવર્તવાથી ઐક્ય થવાનો સંભવ છે; અને તે જ ધાતુમેલાપી તે ભગવાનરૂપ પતિની પ્રાપ્તિનો કોઈ પણ કાળે વિયોગ થવાનો નથી. ૪ હે સખી ! કોઈ વળી એમ કહે છે કે આ જગત, જેનું સ્વરૂપ ઓળખવાનો લક્ષ ન થઈ શકે તેવા ભગવાનની લીલા છે; અને તે અલક્ષ ભગવાન સૌની ઇચ્છા પૂર્ણ કરે છે; તેથી તે એમ સમજીને આ જગત ભગવાનની લીલા માની, તે ભગવાનનો તે સ્વરૂપે મહિમા ગાવામાં જ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy