SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જો કલ્પના કલ્પના, તો માનું દુખ છઈ; મિટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ. પતી પાર કહ્યું પાવનો, મિટે ન મનકો ચાર: જ્યોં કૉલુકે ખેલકું, ઘર હી કોશ હજાર, ‘મોહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહિનીએ મહા મુનીશ્વરોને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે; શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દ્રષ્ટાભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે. તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય. જિજ્ઞાસામાં રહો. યોગ્ય છે, કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હતું બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ ૐ શાંતિ. ܀܀܀܀܀ ૭૪૭ વવાણિયા, ફાગણ સુદ ૨, શુક્ર, ૧૯૫૩ સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. મુનિશ્રી દેવકરણજી વીશ દોહા “દીનતા”ના મુખપાઠે કરવા ઇચ્છે છે, તેથી આજ્ઞાનો અતિક્રમ નથી. અર્થાત્ તે દોહા મુખપાઠે કરવા યોગ્ય છે. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; પાઠ. તેમાં મુખ્ય મોહનીય ણાય તે કહુ કર્મ મોહનીય ભેદ બે. હણે બોધ વીતરાગતા. દર્શનચારિત્ર નામ; ઉપાય ܀܀ અચૂક આમ. શ્રી 'આત્મસિદ્ધિશાસ્ત્ર' ૭૪૮ વવાણિયા, ફાગણ સુદ ૪, રવિ, ૧૯૫૩ જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. તેમને શિક્ષા એટલે ઉપદેશ દઈ સુધારવા કરવાનું હવે મૌન રાખી, મળતા રહી કામ નિર્વાહવું એ જ યોગ્ય છે. જાણ્યા પહેલાં ઠપકો લખવો તે ઠીક નહીં. તેમ ઠપકાથી અક્ક્સ આણી દેવી મુશ્કેલ છે. અક્કલનો વરસાદ વરસાવવામાં આવે છે, તોપણ આ લોકોની રીતિ હજી રસ્તો પકડતી નથી. ત્યાં શો ઉપાય ? તેમના પ્રત્યે કંઈ બીજો છંદ આણવાથી ફળ નથી, કર્મબંધનું વિચિત્રપણું એટલે સર્વને સમ્યક્ (સારું) સમજાય એમ ન બને. માટે એમનો દોષ શું વિચારવો ? ܀܀܀܀܀ ૭૪૯ ત્રિભોવનનું લખેલું પત્તું તથા સુણાવ અને પેટલાદનાં પત્ર મળ્યાં છે, વવાણિયા, ફાગણ વદ ૧૧, ૧૯૫૩ ‘કર્મગ્રંથ’ વિચારતાં કષાયાદિનું સ્વરૂપ, કેટલુંક યથાર્થ સમજાતું નથી, તે વિશેષ અનુપ્રેક્ષાર્થી, ત્યાગવૃત્તિના બળે, સમાગમે સમજાવા યોગ્ય છે. ‘જ્ઞાનનું ફળ વિરતિ છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાર્થી તથા વિચારવાથી આત્મા વિભાવથી વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy