SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ પર http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ܀܀܀܀܀ ૭૨૮ શ્રી માણેકચંદનો દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા. વાણિયા, માગશર સુદ ૬, ગુરુ, ૧૯૫૩ સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે; અને એ જ તમારે, અમારે, સૌએ લક્ષ રાખવા યોગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા યોગ્ય છે, તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ભેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે. ૭૨૯ સર્વજ્ઞાય નમઃ વવાણિયા માર્ગશીર્ષ સુદ ૧૦, સૌમ, ૧૯૫૩ ‘યોગવાસિષ્ઠ’નાં પ્રથમનાં બે પ્રકરણ, ‘પંચીકરણ’, ‘દાસબોધ’ તથા ‘વિચારસાગર' એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. એમાંનો કોઈ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યો હોય તોપણ ફરી વાંચવો યોગ્ય છે, તેમ જ વિચારવો યોગ્ય છે. જૈનપદ્ધતિના એ ગ્રંથો નથી એમ જાણીને તે ગ્રંથો વિચારતાં ક્ષોભ પામવો યોગ્ય નથી. લોકદૃષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લોકદેષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ધારો છો તે વૃત્તિનો લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે. 930 વવાણિયા, માર્ગશીર્ષ સુદ ૧૨, ૧૯૫૩ સર્વજ્ઞાય નમ: ‘આત્મસિદ્ધિ’ની ટીકાનાં પાનાં મળ્યાં છે. જો સફળતાનો માર્ગ સમજાય તો આ મનુષ્યદેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણિ છે, એમાં સંશય નથી. ܀܀܀ ૭૩૧ સર્વજ્ઞાય નમઃ વાણિયા, માગશર સુદ ૧૨, ૧૯૫૩ વૃત્તિનો લક્ષ તથારૂપ સર્વસંગપરિત્યાગ પ્રત્યે વર્તતો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધવિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે, અને કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃત્તિ રહે, જે યથાન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેદપણે કરે તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે, પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાયત્યાગ કરવાં ન ઘટે, કેમકે તે તો માત્ર વ્યામોહ છે; એ શમાવવા યોગ્ય છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધાનુસાર છે. પ્રયત્ન વ્યાવહારિક નિમિત્ત છે, એટલે કરવું ઘટે, પણ ચિંતા તો માત્ર આત્મગુણરોધક છે. ૭૩૨ શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. વવાણિયા, માગશર વદ ૧૧, બુધ, ૧૯૫૩ આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્યમાગમના યોગમાં
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy