SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ http://www.ShrimadRajchandra.org સદ્ગુરુના શ્રીમદ્ રાજચંદ્ર ઉપદેશથી, સમજે સમરું જિનનું જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય. સદ્ગુરુના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે, તે પોતાના સ્વરૂપની દશા પામે, કેમકે શુદ્ધ આત્માપણું એ જ જિનનું સ્વરૂપ છે; અથવા રાગ, દ્વેષ અને અજ્ઞાન જિનને વિષે નથી તે જ શુદ્ધ આત્મપદ છે, અને તે પદ તો સત્તાએ સર્વ જીવનું છે. તે સદ્ગુરુ-જિનને અવલંબીને અને જિનના સ્વરૂપને કહેવે કરી મુમુક્ષુ જીવને સમજાય છે. (૧૨) આત્માદિ અસ્તિત્વનાં, જેડ઼ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર ૧૩ જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સદ્દગુરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્ગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. ૧૩ અથવા સદગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ અથવા જો સદ્ગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. ૧૪ રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ 'સ્વચ્છંદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળે અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. ૧૫ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પાયે બમણો થાય, ૧૬ પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે, બાકી પોતાની ઇચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે. ૧૬ સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે ‘સમકિત’ કહ્યું છે. ૧૭ માનાદિક શત્રુ મા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય, ૧૯ ૧.પાઠાંતરઃ- અથવા સદ્ગુરુએ કહ્યાં, જો અવગાહન કાજ; તો તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy