SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સર્વજ્ઞને સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ કહ્યું છે, તેનો મુખ્ય અર્થ તો એમ છે કે, પંચાસ્તિકાય દ્રવ્યપર્યાયાત્મકપણે તેમને જ્ઞાનગોચર થાય છે; અને સર્વ પર્યાયનું જ્ઞાન તે જ સર્વ કાળનું જ્ઞાન કહેલું છે. એક સમયે સર્વજ્ઞ પણ એક સમય જ વર્તતો દેખે છે, અને ભૂતકાળ કે ભાવિકાળને વર્તતો દેખે નહીં; જો તેને પણ વર્તતા દેખે તો તે પણ વર્તમાનકાળ જ કહેવાય. સર્વજ્ઞ ભૂતકાળને વર્તી ચૂક્યાપણે અને ભાવિકાળને હવે પછી આમ વર્તશે એમ દેખે છે. તે ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયો છે, અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે, બેમાંથી એક્કે વર્તવાપણે નથી, માત્ર એક સમયરૂપ એવો વર્તમાનકાળ જ વર્તે છે; માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાસ્યમાન થાય છે. એક ઘડો હમણાં જોયો હોય, તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયો ત્યારે ઘડાપણે વિદ્યમાન નથી; પણ જોનારને તે ઘડો જેવો હતો તેવો જ્ઞાનમાં ભાસ્યમાન થાય છે; તેમ જ હમણાં એક માટીનો પિંડ પડ્યો છે તેમાંથી થોડો વખત ગયે એક ઘડો નીપજશે એમ પણ જ્ઞાનમાં ભાસી શકે છે, તથાપિ માટીનો પિંડ વર્તમાનમાં કંઈ ઘડાપણે વર્તતો હોતો નથી, એ જ રીતે એક સમયમાં સર્વજ્ઞને ત્રિકાળજ્ઞાન છતાં પણ વર્તમાન સમય તો એક જ છે. સૂર્યને લીધે જે દિવસરાત્રીરૂપ કાળ સમજાય છે તે વ્યવહાર કાળ છે. કેમકે સૂર્ય સ્વાભાવિક દ્રવ્ય નથી. દિગંબર કાળના અસંખ્યાત અણુ માને છે, પણ તેનું એકબીજાની સાથે સંધાન છે, એમ તેમનો અભિપ્રાય નથી, અને તેથી કાળને અસ્તિકાયપણે ગણ્યો નથી. પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દેઢ સાધનસહિત, મુમુક્ષુએ સદ્ગુરુઆજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે. અભિનંદનજિનની શ્રી દેવચંદ્રજીકૃત સ્તુતિનું પદ લખી અર્થ પુછાવ્યો તેમાં, ‘પુદ્ગળઅનુભવત્યાગથી, કરવી જ શું પરતીત હો' એમ લખાયું છે. તેમ મૂળ નથી. “પુગળઅનુભવત્યાગથી, કરવી જસુ પરતીત હો' એમ મૂળ પદ છે. એટલે વર્ણ, ગંધાદિ પુદ્ગલગુણના અનુભવનો અર્થાત્ રસનો ત્યાગ કરવાથી, તે પ્રત્યે ઉદાસીન થવાથી ‘જસુ' એટલે જેની (આત્માની) પ્રતીતિ થાય છે, એમ અર્થ છે. See મુંબઈ, શ્રાવણ, ૧૯૫૨ પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છેઃ- જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને “પ્રદેશ' એવી સંજ્ઞા છે, અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે “અસ્તિકાય' કહેવાય. એક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. પુદ્ગલ પરમાણુ જોકે એકપ્રદેશાત્મક છે, પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત, અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણું તે પામી શકે છે; જેથી તે પણ અસ્તિકાય કહેવા યોગ્ય છે. ‘ધર્મદ્રવ્ય’ અસંખ્યાતપ્રદેશપ્રમાણ, ‘અધર્મદ્રવ્ય’ અસંખ્યાતપ્રદેશપ્રમાણ, ‘આકાશદ્રવ્ય’ અનંતપ્રદેશપ્રમાણ હોવાથી તે પણ “અસ્તિકાય” છે. એમ પાંચ અસ્તિકાય છે. જે પાંચ અસ્તિકાયના એકમેકાત્મકપણાથી આ ‘લોક'ની ઉત્પત્તિ છે, અર્થાન ‘લોક’ એ પાંચ અસ્તિકાયમય છે. પ્રત્યેકેપ્રત્યેક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. તે જીવો અનંત છે. એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે. બે પરમાણુઓ એકત્ર મળેલા એવા દ્વિઅણુસ્કંધ અનંતા છે. એમ ત્રણ પરમાણુઓ એકત્ર મળેલા એવા ત્રિઅણુસ્કંધ અનંતા છે. ચાર પરમાણુઓ એકત્ર મળેલા એવા ચતુ અણુકસ્કંધ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy