SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૬૯૫ મુંબઈ, અષાડ સુદ ૫, બુધ, ૧૯૫૨ શ્રી સહજાનંદના વચનામૃતમાં આત્મસ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી, અને તે ભક્તિ ‘સ્વધર્મ’માં રહીને કરવી, એમ ઠેકાણે ઠેકાણે મુખ્યપણે વાત આવે છે. હવે જો સ્વધર્મ શબ્દનો અર્થ 'આત્મસ્વભાવ' અથવા 'આત્મસ્વરૂપ' થતો હોય તો ફરી “સ્વધર્મ સહિત ભક્તિ કરવી' એમ આવવાનું કારણ શું ? એમ તમે લખ્યું તેનો ઉત્તર અત્રે લખ્યો છે- સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમ જણાવ્યું છે ત્યાં ‘સ્વધર્મ’ શબ્દનો અર્થ ‘વર્ણાશ્રમધર્મ’ છે. જે બ્રાહ્મણાદિ વર્ણમાં દેહ ધારણ થયો હોય, તે વર્ણનો શ્રુતિ, સ્મૃતિએ કહેલો ધર્મ આચરવો તે વર્ણધર્મ છે, અને બ્રહ્મચર્યાદિ આશ્રમ ક્રમે કરી આચરવાની જે મર્યાદા શ્રુતિ, સ્મૃતિએ કહી છે, તે મર્યાદાસહિત તે તે આશ્રમમાં વર્તવું તે 'આશ્રમધર્મ' છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ છે, તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ છે. બ્રાહ્મણવર્ષે આ પ્રમાણે વર્ણધર્મ આચરવા એમ શ્રુતિ, સ્મૃતિમાં કહ્યું હોય તે પ્રમાણે બ્રાહ્મણ આચરે તો ‘સ્વધર્મ’ કહેવાય, અને જો તેમ ન આચરતાં ક્ષત્રિયાદિને આચરવા યોગ્ય ધર્મને આચરે તો ‘પરધર્મ’ કહેવાય; એ પ્રકારે જે જે વર્ણમાં દેહ ધારણ થયો હોય, તે તે વર્ણના શ્રુતિ, સ્મૃતિએ કહેલા ધર્મ પ્રમાણે વર્તવું તે ‘સ્વધર્મ’ કહેવાય, અને બીજા વર્ણના ધર્મ આચરે તો ‘પરધર્મ’ કહેવાય. તેવી રીતે આશ્રમધર્મ સંબંધી પણ સ્થિતિ છે. જે વર્ણોને બ્રહ્મચર્યાદિ આશ્રમસહિત વર્તવાનું શ્રુતિ, સ્મૃતિએ કહ્યું છે તે વર્ષે પ્રથમ, ચોવીશ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં વર્તવું, પછી ચોવીશ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં વર્તવું; ક્રમે કરીને વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ આચરવા: એ પ્રમાણે આશ્રમનો સામાન્ય ક્રમ છે. તે તે આશ્રમમાં વર્તવાના મર્યાદાકાળને વિષે બીજા આશ્રમનાં આચરણને ગ્રહણ કરે તો તે ‘પરધર્મ’ કહેવાય; અને તે તે આશ્રમમાં તે તે આશ્રમના ધર્મોને આચરે તો તે ‘સ્વધર્મ’ કહેવાય; આ પ્રમાણે વેદાશ્રિત માર્ગમાં વર્ણાશ્રમધર્મને ‘સ્વધર્મ’ કહ્યો છે, તે વર્ણાશ્રમધર્મને ‘સ્વધર્મ' શબ્દ સમજવા યોગ્ય છે; અર્થાત્ સહજાનંદસ્વામીએ વર્ણાશ્રમધર્મને અત્રે ‘સ્વધર્મ’ શબ્દથી કહ્યો છે. ભક્તિપ્રધાન સંપ્રદાયોમાં ઘણું કરીને ભગવદ્ભક્તિ કરવી એ જ જીવનો ‘સ્વધર્મ' છે, એમ પ્રતિપાદન કર્યું છે, પણ તે અર્થમાં અત્રે 'સ્વધર્મ' શબ્દ કહ્યો નથી, કેમકે ભક્તિ 'સ્વધર્મ'માં રહીને કરવી એમ કહ્યું છે, માટે સ્વધર્મનું જાદાપણે ગ્રહણ છે, અને તે વર્ણાશ્રમધર્મના અર્થમાં ગ્રહણ છે. જીવનો ‘સ્વધર્મ’ ભક્તિ છે, એમ જણાવવાને અર્થે તો ભક્તિ શબ્દને બદલે ક્વચિત જ ‘સ્વધર્મ’ શબ્દ સંપ્રદાયોએ ગ્રહણ કર્યો છે, અને શ્રી સહજાનંદના વચનામૃતમાં ભક્તિને બદલે “સ્વધર્મ” શબ્દ સંજ્ઞાવાચકપણે પણ વાપર્યો નથી, ક્વચિત્ શ્રી વલ્લભાચાર્યે વાપર્યો છે, sex india, salament pas po ૬૬ મુંબઈ. અષાડ વદ ૮, રવિ, ૧૯૫૨ ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સત્પુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા, તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો. એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતાં કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy