SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૯ મું ૪૯૯ ૬૮૦ મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૨ જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતાં થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હૈ નાથ ! તું તુષ્ટમાન થઈને પણ બીજાં શું આપવાનો હતો ? હૈ કૃપાળુ ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. વર્તમાને વિધમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય ? ઓ દુષમકાળના દુર્ભાગી જીવો । ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાનિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું ? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હ્રદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ૬૮૧ ૐ શ્રી મહાવીર અંગતા મુંબઈ, ચૈત્ર વદ ૧, ૧૯૫૨ પત્ર મળ્યું છે. કેટલોક વખત થયાં એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે. જે કારણયોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણયોગ પ્રત્યે દૃષ્ટિ કરતાં હજી પણ કેટલોક વખત એવી સ્થિતિ વૈદવા યોગ્ય લાગે છે. વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે, તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભતીર્થવાસીને તમે જણાવશો. તેઓ અત્રે પુછાવશે તો પ્રસંગયોગ્ય લખીશું. કદાપિ તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્ત-સ્થિરતાથી વાંચશો. અને તે વચનો હાલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો. એ જ વિનંતિ. ૬૮૨ મુંબઈ, ચૈત્ર વદ ૧, સોમ, ૧૯૫૨ બેય મુમુક્ષુ (શ્રી લલ્લુજી આદિ) પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. હાલ કેટલોક વખત થયાં એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્રાદિ લખવાનું બને છે. અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણવિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે તે કારણવિશેષ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy