SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સંભવ છે. તથાપિ ત્રણ ત્રણ ચાર ચાર દિવસને અંતરે તમો અથવા શ્રી ડુંગર કંઈ જ્ઞાનવાર્તા લખવાનું નિયમિતપણે રાખશો. અને અત્રથી ઉત્તર લખવામાં કંઈ નિયમિતતા તે પરથી ઘણું કરીને થઈ શકશે. ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર. મુંબઈ, ફાગણ સુદ ૧, ૧૯૫૨ ૬૭૦ ૐ સદ્ગુરુપ્રસાદ જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાનીપુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચા છે, જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદૃગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્રાવ્ય છે. ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશકાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હનુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધભાવના લોકોને ઉપદેશ છે; જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે, અને સત્પુરુષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. વર્તમાનકાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી જ્ઞાનીપુરુષોએ આ કાળને દુષમકાળ કહ્યો છે, અને તેમ પ્રત્યક્ષ દેખાય છે. સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે; એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે. ૬૭૧ મુંબઈ, ફાગણ સુદ ૩, રવિ, ૧૯૫૨ તમારો કાગળ એક આજે મળ્યો છે. તે કાગળમાં શ્રી ડુંગરે જે પ્રશ્નો લખાવ્યા છે તેના વિશેષ સમાધાન અર્થે પ્રત્યક્ષ સમાગમ પર લક્ષ રાખવા યોગ્ય છે. પ્રશ્નોથી ઘણો સંતોષ થયો છે. જે પ્રારબ્ધના ઉદયથી અત્રે સ્થિતિ રહે છે, તે પ્રારબ્ધ જે પ્રકારે વિશેષ કરી વૈદાય તે પ્રકાર વર્તાય છે. અને તેથી વિસ્તારપૂર્વક પત્રાદિ લખવાનું ઘણું કરીને થતું નથી. શ્રી સુંદરદાસજીના ગ્રંથો પ્રથમથી તે છેવટ સુધી અનુક્રમે વિચારવાનું થાય તેમ હાલ કરશો, તો કેટલાક વિચારનું સ્પષ્ટીકરણ થશે. પ્રત્યક્ષ સમાગમે ઉત્તર સમજાવા યોગ્ય હોવાથી કાગળ દ્વારા માત્ર પહોંચ લખી છે. એ જ. ભક્તિભાવે નમસ્કાર. ܀܀܀܀܀ ૬૭૨ ૐ સદ્ગુરુપ્રસાદ આત્માર્થી શ્રી સોમભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે, શ્રી સાયલા. મુંબઈ, ફાગણ સુદ ૧૦, ૧૯૫૨ વિસ્તારપૂર્વક કાગળ લખવાનું હાલમાં થતું નથી, તેથી ચિત્તમાં વૈરાગ્ય ઉપશમાદિ વિશેષ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy