SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૮ મું ૪૮૩ આ પ્રશ્નનું સમાધાન પત્ર વાટે જણાવવું ક્વચિત્ બની શકે. તથાપિ લખવામાં હાલ વિશેષ ઉપયોગની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ શ્રી દેવકરણજીએ પણ હજી તે વિષે યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. સહજસ્વરૂપે યથાયોગ્ય ૬૩૪ વવાણિયા, ભાદરવા સુદ ૭, ભોમ, ૧૯૫૧ આજ દિવસ પર્યંત એટલે સંવત્સરી સુધી તમારા પ્રત્યે મન, વચન, કાયાના યોગથી મારાથી કંઈ જાણતાં અજાણતાં અપરાધ થયો હોય તે ખરા અંતઃકરણથી લઘુતાભાવે ખમાવું છું. તે જ પ્રમાણે મારી બહેનને પણ ખમાવું છું. અત્રેથી આ રવિવારે વિદાય થવાનો વિચાર છે. ૩૫ લિ રાયચંદના ચાહ વાણિયા, ભાદરવા સુદ ૭, ભોમ, ૧૯૫૧ સંવત્સરી સુધી તેમજ આજ દિવસ પર્યત તમારા પ્રત્યે મન, વચન અને કાયાના યોગથી જે કંઈ જાણતાં અજાણતાં અપરાધ થયો હોય તે સર્વભાવે ખમાવું છું. તેમ જ તમારા સન્સમાગમવાસી સર્વ ભાઈઓ તથા બાઈઓને ખમાવું છું. અત્રેથી ઘણું કરી રવિવારે નિવર્તવાનું થશે એમ લાગે છે. મોરબી સુદ ૧૫ સુધી સ્થિતિ થવા સંભવ છે. ત્યાર પછી કોઈ નિવૃત્તિક્ષેત્રે પંદર દિવસની લગભગ સ્થિતિ થાય તો કરવા વિષે ચિત્તની સહજ વૃત્તિ રહે છે. કોઈ નિવૃત્તિક્ષેત્ર લક્ષમાં હોય તો લખશો. આ સજાત્મસ્વરૂપ ૬૩૬ વાણિયા, ભાદરવા સુદ ૯, ગુરુ, ૧૯૫૧ નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે ફરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોને સંગ ત્યાગવો ઘટે છે. અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગના અયોગે તથાપ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. તમારું પત્ર મળ્યું છે, આજ પર્યંત સર્વભાવે કરીને ખમાવું છું. ܀܀ 939 વાણિયા, ભાદ્રપદ સુદ ૯. ગુરુ, ૧૯૫૧ આજ દિન પર્યંત સર્વભાવે કરી ખમાવું છું. નીચે લખેલાં વાક્ય તથારૂપ પ્રસંગે વિસ્તારથી સમજવા યોગ્ય છે. “અનુભવપ્રકાશ” ગ્રંથમાંનો શ્રી પ્રહલાદજી પ્રત્યે સદ્ગુરૂ દેવે કહેલો ઉપદેશપ્રસંગ લખ્યો તે વાસ્તવ છે. તથારૂપે નિર્વિકલ્પ અને અખંડ સ્વરૂપમાં અભિન્નજ્ઞાન સિવાય અન્ય કોઈ સર્વ દુઃખ મટાડવાનો ઉપાય જ્ઞાનીપુરુષોએ જાણ્યો નથી. એ જ વિનંતિ,
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy