SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર સમ વર્તે છે. અજ્ઞાની હúવિષાદને પ્રાપ્ત થાય છે. જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં તો સ્ત્રીઆદિ પરિગ્રહનો પણ અપ્રસંગ છે. તેથી ન્યૂન ભૂમિકાની જ્ઞાનદશામાં (ચોથ, પાંચમે ગુણસ્થાનકે જ્યાં તે યોગનો પ્રસંગ સંભવે છે, તે દશામાં) વર્તતા નાની સમ્યક્દૃષ્ટિને સ્ત્રીઆદિ પરિગ્રહની પ્રાપ્તિ થાય છે. ૬૦૪ મુંબઈ, જેઠ સુદ ૧૨, બુધ, ૧૯૫૧ મુનિને વચનોનું પુસ્તક (તમે પત્રાદિનો સંગ્રહ લખ્યો છે તે) વાંચવાની ઇચ્છા રહે છે. મોકલવામાં અડચણ નથી. એ જ વિનંતી. જ ૬૦૫ આ સ્વ. પ્રણામ. મુંબઈ, જેઠ વદ ૨, ૧૯૫૧ સવિગત પત્ર લખવાનો વિચાર હતો, તે પ્રમાણે પ્રવૃત્તિ થઈ શકી નથી. હાલ તે તરફ કેટલી સ્થિરતા થવી સંભવે છે ? ચોમાસું ક્યાં થવું સંભવે છે ? તે જણાવવાનું થાય તો જણાવશોજી, પત્રમાં ત્રણ પ્રશ્નો લખ્યાં હતાં, તેનો ઉત્તર સમાગમે થઈ શકવા યોગ્ય છે. વખતે થોડા વખત પછી સમાગમયોગ બને. વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસન્મુખતા, તથા તેની દૃઢ ઇચ્છા પણ તે હવિષાદને ટાળે છે. ܀܀܀܀܀ 909 સર્વને વિષે સમભાવની ઇચ્છા રહે છે. મુંબઈ, જેઠ વદ ૫, બુધ, ૧૯૫૧ એ શ્રીપાળનો રાસ કરતાં, જ્ઞાન અમૃત રસ વૂઠ્યો રે, મુજ - શ્રી યશોવિજયજી. પરમ સ્નેહી શ્રી સૌભાગ, શ્રી સાયલા. તીવ્ર વૈરાગ્યવાનને, જે ઉદયના પ્રસંગ શિથિલ કરવામાં ઘણી વાર ફળીભૂત થાય છે, તેવા ઉદયના પ્રસંગ જોઈ ચિત્તમાં અત્યંત ઉદાસપણું આવે છે. આ સંસાર કયા કારણે પરિચય કરવા યોગ્ય છે ? તથા તેની નિવૃત્તિ ઇચ્છનાર એવા વિચારવાનને પ્રારબ્ધવશાત્ તેનો પ્રસંગ રહ્યા કરતો હોય તો તે પ્રારબ્ધ બીજે કોઈ પ્રકારે ત્વરાએ વેદી શકાય કે કેમ ? તે તમે તથા શ્રી ડુંગર વિચાર કરીને લખશો. વિનંતી. જે તીર્થંકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે, તે તીર્થંકરને અત્યંત ભક્તિએ નમસ્કાર હો ! નહીં ઇચ્છવામાં આવતાં છતાં જીવને ભોગવવું પડે છે. એ પૂર્વકર્મનો સંબંધ યથાર્થ સિદ્ધ કરે છે. એ જ અને જોગવવું પડે છે. એ કાયમ શ્રી મુનિ, ૬૦૭ આ૦ સ્વ૰ બન્નેને પ્રણામ. મુંબઈ, જેઠ વદ ૭, ૧૯૫૧ ‘જંગમની જુક્તિ તો સર્વે જાણીએ, સમીપ રહે પણ શરીરનો નહીં સંગ જો;’ ‘એકાંતે વસવું રે એક જ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જો;' -ઓધવજી અબળા તે સાધન શું કરે ?
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy