SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર જે પ્રકારે અનિત્યપણું, અસારપણું આ સંસારનું અત્યંતપણે ભાસે તે પ્રકારે કરી આત્મવિચાર ઉત્પન્ન થાય. હવે આ ઉપાધિકાર્યથી છૂટવાની વિશેષ વિશેષ આર્ત્તિ થયા કરે છે, અને છૂટવા વિના જે કંઈ પણ કાળ જાય છે તે, આ જીવનું શિથિલપણું જ છે, એમ લાગે છે; અથવા એવો નિશ્ચય રહે છે. જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે. જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતાં નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ અશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષીણપણું જ કર્તવ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે, તે તાદાત્મ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્વાંગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્વાંગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજા તથારૂપ નથી, શિથિલ છે- માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્ત્યા કરે છે, પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવાં વચનો આ પત્રમાં લખ્યાં છે, તે વિચારમાં સ્ફુરી આવતાં સ્વવિચારબળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે. જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષે તથા રસના વ્યાપકપણા વિષે ક્રમે કરી સમજવું યોગ્ય ઘરો તમારો અત્ર આવવાનો વિચાર છે, તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણ્યું છે. સત્સંગ જોંગની ઇચ્છા રહ્યા કરે છે. ܀܀܀ ૫૭૦ મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧ સુજ્ઞ ભાઈ શ્રી મોહનલાલ' પ્રત્યે, શ્રી ડરબન. પત્ર ૧ મળ્યું છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં; કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. ‘આત્મા છે’, ‘આત્મા નિત્ય છે’, ‘આત્મા કર્મનો કર્તા છે’, ‘આત્મા કર્મનો ભોક્તા છે’, ‘તેથી તે નિવૃત્ત થઈ શકે છે, અને "નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે, એ છ કારણો જેને વિચારે ૧. મહાત્મા ગાંધીજી
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy