SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારે માટે મારે કરવો હોય તોપણ મારા ચિત્તમાં અન્યભાવ આવે નહીં. પણ તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણાવો એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી કેમકે રવજીભાઈને તેવી પરમાર્થ ઇચ્છા નથી અને તમને છે, જેથી તમારે આ વાત પર જરૂર સ્થિર થવું. આ વાતનો વિશેષ નિશ્ચય રાખજો. કંઈક આ પત્ર અધૂરો છે જે ઘણું કરી આવતી કાલે પૂરો થશે. ૫૪૯ માભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિષે અધીરજથી, આનં જેવાં પરિણામથી, પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં, રાજકાજમાં અલ્પ કારણમાં વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તે થાય એવું કારણ છતાં, જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે ? તેવા વિકલ્પને તમ જેવા પુરુષ મોળો નહીં પાડી શકે, તો આ દુષમકાળમાં કોણ સમજીને શમાઈ રહેશે ? કેટલીક રીતે નિવૃત્તિને અર્થે, અને સત્તમાગમને અર્થે તે ઇચ્છા રાખો છો તે વાત લક્ષમાં છે; તથાપિ એકલી જ જો તે ઇચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આદિ હોવા યોગ્ય ન હોય. માકુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી, જેમ થાય તેમ જોયા કરવું એ જ યોગ્ય છે. આ વિષે જેટલો ઠપકો લખવો જોઈએ તેટલો લખ્યો નથી, તો પણ વિશેષતાથી આ ઠપકો વિચારશો. પરમ સ્નેહી શ્રી સોભાગ, ૫૫૦ મુંબઈ, માગશર વદ ૧૧, રવિ, ૧૯૫૧ ગઈ કાલે તમારું લખેલું પત્ર ૧ પ્રાપ્ત થયું છે. અત્રેથી પરમ દિવસે પત્ર ૧ લખ્યું છે તે તમને પ્રાપ્ત થયું હશે. તથા તે પત્ર ફરી ફરીને વિચાર્યું હશે; અથવા વિશેષ કરી વિચારવાનું બને તો સારું. એ પત્ર અમે સંક્ષેપમાં લખ્યું હતું, તેથી વખતે તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય, એ માટે છેવટે તેમાં લખ્યું હતું કે આ પત્ર અધૂરું છે. અને તેથી બાકી લખવાનું આવતી કાલે થશે. આવતી કાલે એટલે ગઈ કાલે તે પત્ર લખવાની કંઈક ઇચ્છા છતાં આવતી કાલે એટલે આજે લખવું તે ઠીક છે. એમ લાગવાથી ગઈ કાલે પત્ર લખ્યું નહોતું. ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે. તે વિચારવાન જીવને આત્માના પરમહિનસ્વી થાય તેવા આશય છે. એ ઉપદેશ અમે તમને ઘણી વાર સહજસહજ કર્યો છે, છતાં તે ઉપદેશ આજીવિકાના કષ્ટક્લેશથી તમને ઘણી વાર વિસર્જન થયો છે, અથવા થઈ જાય છે. અમારા પ્રત્યે માવીતર જેટલો તમારો ભક્તિભાવ છે, એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને તથા દુઃખ સહન કરવાની અસમર્થતાને લીધે અમારી પાસેથી તેવા વહેવારની યાચના બે પ્રકારે તમારાથી થઈ છેઃ- એક તો કંઈ સિદ્ધિયોગથી દુઃખ મટાડી શકાય તેવા આશયની, અને બીજી યાચના કંઈ વેપાર રોજગારાદિની, બેમાંની એક યાચના તમારી અમારી પાસે થાય, તે તમારા આત્માને હિતનું કારણ રોધનાર, અને અનુક્રમે મલિન વાસનાનો હેતુ થાય; કેમકે જે ભૂમિકામાં જે ઘટે નહીં તે જીવ તે કરે તો તે ભૂમિકાનો તેને સહેજે ત્યાગ થાય, એમાં કંઈ સંદેહ નથી. તમારી અમારા પ્રત્યે નિષ્કામ ભક્તિ જોઈએ, અને તમને ગમે તેટલું દુઃખ હોય છતાં તેને ધીરજથી વેદવું જોઈએ. તેમ ન બને તોપણ એક અક્ષર અમારી પાસે તો તેની સૂચના પણ ન કરવી જોઈએ. એ તમને સર્વાંગ યોગ્ય ૧. આંક ૫૫૦. ૨. આંક ૫૪૮.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy