SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કરવું ઘટે છે; કારણ કે સિદ્ધાંતજ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે; અને તે પ્રકાર જોઈ મુમુક્ષુજીવ અંદેશો - શંકા પામે છે; અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે. એવું ઘણું કરીને બનવા યોગ્ય જ છે. કારણ કે સિદ્ધાંતજ્ઞાન તો જીવને કોઈ અત્યંત ઉજ્વળ ક્ષયોપશમે અને સદ્ગુરુના વચનની આરાધનાએ ઉદ્ભવે છે. સિદ્ધાંતજ્ઞાનનું કારણ ઉપદેશજ્ઞાન છે. સદ્ગુરુથી કે સત્શાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દૃઢ થવું ઘટે છે, કે જે ઉપદેશજ્ઞાનનાં ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિષે સહેજે ક્ષયોપશમનું નિર્મળપણું થાય છે; અને સહેજ સહેજમાં સિદ્ધાંતજ્ઞાન થવાનું કારણ થાય છે. જો જીવમાં અસંગદા આવે તો આત્મસ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે; અને તે અસંગદશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે; જે ફરી કુરી જિનાગમમાં તથા વૈદાંતાદિ ઘણાં શાસ્ત્રોમાં કહેલ છે - વિસ્તારેલ છે; માટે નિસંશયપણે યોગવાસિષ્ઠાદિ વૈરાગ્ય, ઉપશમના હેતુ એવા સગ્રંથો વિચારવા યોગ્ય છે. અમારી પાસે આવવામાં કોઈ કોઈ રીતે તમારી સાથેના પરિચી શ્રી દેવકરણજીનું મન અટકતું હતું; અને તેમ અટકવું થવું સ્વાભાવિક છે, કારણ કે અમારા વિષે અંદેશો સહેજે ઉત્પન્ન થાય એવો વ્યવહાર પ્રારબ્ધવશાત્ અમને ઉદયમાં વર્તે છે; અને તેવા વ્યવહારનો ઉદય દેખી ઘણું કરી “ધર્મ સંબંધી” સંગમાં અમે લૌકિક, લોકોત્તર પ્રકારે ભળવાપણું કર્યું નથી, કે જેથી લોકોને આ વ્યવહારનો અમારો પ્રસંગ વિચારવાનો વખત ઓછો આવે. તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કોઈ બીજા મુમુક્ષુને કોઈ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ નથી. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બોધ થયો. જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિદશા થઈ, તે બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્યજોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્માપુરુષો ફરી ફરી કહી ગયા છે. આ દુષમકાળને વિષે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે, તે કાળમાં અમને દેહજોગ બન્યો, તે કોઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે; પણ તે દેહજોગમાં કોઈ કોઈ વખત કોઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લોકમાર્ગનો પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે; જે જોગમાંનો જોગ તમારા અને શ્રી દેવકરણજી સંબંધમાં સહેજે બન્યો છે; પણ તેથી તમે અમારું કહેવું માન્ય કરો એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું; માત્ર હિતકારી જાણી તે વાતનો આગ્રહ થયો હોય છે કે થાય છે, એટલો લક્ષ રહે તો સંગનું ફળ કોઈ રીતે થવું સંભવે છે. જેમ બને તેમ જીવના પોતાના દોષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવ પ્રત્યે નિર્દોષદૃષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધન થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવાયોગ્ય વાત છે. આ૦ સ્વ૰ નમસ્કાર પ્રાપ્ત થાય. ૫૦૧ મુંબઈ, વૈશાખ વદ ૭. રવિ, ૧૯૫૦ સૂર્યપુરસ્થિત, શુભેચ્છાસંપન્ન આર્ય શ્રી લલ્લુજી, ઘણું કરીને જિનાગમમાં સર્વવિરતિ એવા સાધુને પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા નથી, અને જો તેમ સર્વવિરતિ ભૂમિકામાં રહી કરવા ઇચ્છે, તો તે અતિચારયોગ્ય ગણાય. આ પ્રમાણે સાધારણપણે શાસ્ત્ર દેશ છે, અને તે ધોરીમાર્ગે તો યથાયોગ્ય લાગે છે; તથાપિ જિનાગમની રચના પૂર્વાપર અવિરોધ જણાય છે; અને તેવો અવિરોધ રહેવા પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા કોઈ પ્રકારથી જિનાગમમાં છે, તે તમારા ચિત્તનું સમાધાન થવા માટે સંક્ષેપે અત્રે લખું છું. જિનની જે જે આજ્ઞા છે તે તે આજ્ઞા, સર્વ પ્રાણી અર્થાત્ આત્માના કલ્યાણને અર્થે જેની કંઈ ઇચ્છા છે તે સર્વને, તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય, તથા
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy