SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ૩૯૦ શ્રીમદ્ રાજચંદ્ર ૪૮૨ મુંબઈ, પોષ વદ ૧૪, રવિ, ૧૯૫૦ હાલ વિશેષપણે કરી લખવાનું થતું નથી તેમાં, ઉપાધિ કરતાં ચિત્તનું સંક્ષેપપણું વિશેષ કારણરૂપે છે. ચિત્તનું ઇચ્છારૂપમાં કંઈ પ્રવર્તન થવું સંક્ષેપ પામે, ન્યૂન થાય તે સંક્ષેપપણું અત્રે લખ્યું છે.) અમે એમ વેદ્યું છે કે, જ્યાં કંઈ પણ પ્રમત્તદશા હોય છે ત્યાં જગતપ્રત્યયી કામનો આત્માને વિષે અવકાશ ધરે છે, જ્યાં કેવળ અપ્રમત્તતા વર્તે છે, ત્યાં આત્મા સિવાય બીજા કોઈ પણ ભાવનો અવકાશ વર્તે નહીં; જોકે તીર્થંકરાદિક, સંપૂર્ણ એવું જ્ઞાન પામ્યા પછી, કોઈ જાતની દેહક્રિયાઓ સહિત દેખાવાનું બન્યું છે, તથાપિ આત્મા, એ ક્રિયાનો અવકાશ પામે તો જ કરી શકે એવી ક્રિયા કોઈ તે જ્ઞાન પછી હોઈ શકે નહીં; અને તો જ ત્યાં સંપૂર્ણજ્ઞાન ટકે; એવો અસંદેહ જ્ઞાનીપુરુષોનો નિર્ધાર છે. એમ અમને લાગે છે. જ્વરાદિ રોગમાં કંઈ સ્નેહ જેમ ચિત્તને નથી થતો તેમ આ ભાવોને વિષે પણ વર્તે છે, લગભગ સ્પષ્ટ વર્તે છે, અને તે પ્રતિબંધના રહિતપણાનો વિચાર થયા કરે છે. ܀܀܀܀܀ ૪૮૩ મોહમયી, માહ વદ ૪, શુક્ર, ૧૯૫૦ પરમસ્નેહી શ્રી સોભાગ, શ્રી અંજાર. તમારાં પત્રો પહોંચ્યાં છે. તે સાથે પ્રશ્નોની ટીપ ઉતારીને બીડી તે પહોંચી છે. તે પ્રશ્નોમાં જે વિચાર જણાવ્યા છે, તે પ્રથમ વિચારભૂમિકામાં વિચારવા જેવા છે, જે પુરુષ તે ગ્રંથ કર્યો છે, તેણે વેદાંતાદિ શાસ્ત્રના અમુક ગ્રંથના અવલોકન ઉપરથી તે પ્રશ્નો લખ્યાં છે. અત્યંત આશ્ચર્યયોગ્ય વાર્તા એમાં લખી નથી; એ પ્રશ્નો તથા તે જાતિના વિચાર ઘણા વખત પહેલાં વિચાર્યા હતા; અને એવા વિચારની વિચારણા કરવા વિષે તમને તથા ગોસળિયાને જણાવ્યું હતું. તેમ જ બીજા તેવા મુમુક્ષુને તેવા વિચારના અવલોકન વિષે કહ્યું હતું, અથવા કહ્યાનું થઈ આવે છે કે, જે વિચારોની વિચારણા ઉપરથી અનુક્રમે સઅસનો પુરો વિવેક થઈ શકે. હાલ સાત આઠ દિવસ થયાં શારીરિક સ્થિતિ જ્વરગ્રસ્ત હતી. હમણાં બે દિવસ થયાં ઠીક છે. કવિતા બીડી તે પહોંચી છે. તેમાં આલાપિકા તરીકેના ભેદમાં તમારું નામ બતાવ્યું છે અને કવિતા કરવામાં જે કંઈ વિચક્ષણતા જોઈએ તે બતાવવાનો વિચાર રાખ્યો છે. કવિતા ઠીક છે. કવિતા કવિતાર્થે આરાધવા યોગ્ય નથી, સંસારાર્થે આરાધવા યોગ્ય નથી; ભગવદ્ભજનાર્થે, આત્મકલ્યાણાર્થે જો તેનું પ્રયોજન થાય તો જીવને તે ગુણની ક્ષયોપશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી. હાલ હવે ઘણું કરી મોતીની ખરીદી બંધ રાખી છે. વિલાયતમાં છે તેનો અનુક્રમે વેચવાનો વિચાર રાખ્યો છે. જો આ પ્રસંગ ન હોત તો તે પ્રસંગમાં ઉદ્ભવ થતી જંજાળ અને તેનું ઉપશમાવવું થાત નહીં. હવે તે સ્વસંવેદ્યરૂપે અનુભવમાં આવેલ છે, તે પણ એક પ્રકારનું પ્રારબ્ધનિવર્તનરૂપ છે. સવિગત જ્ઞાનવાર્તાનો હવે પત્ર લખશો, તો ઘણું કરી તેનો ઉત્તર લખીશું. ܀܀܀܀܀ ૪૮૪ લિત આત્મસ્વરૂપ. મોડમથી, માહ વદ ૮, ગુરુ, ૧૯૫૦ પરમસ્નેહી શ્રી સોભાગ, શ્રી અંજાર. અત્રેના ઉપાધિ પ્રસંગમાં કંઈક વિશેષ સહનતાથી વર્તવું પડે એવી મોસમ હોવાથી આત્માને
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy