SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ 369 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે વ્યવહાર-વ્યવહારસ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે. પરમાર્થ-પરમાર્થસ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. પરમાર્થ- વ્યવહારસ્વરૂપ એ અનંતર પરંપરસંબંધે મોક્ષનો ઉપાય છે. વ્યવહાર-પરમાર્થસ્વરૂપ તે ઘણાં કાળે કોઈ પ્રકારે પણ મોક્ષનાં સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. વ્યવહાર-વ્યવહારસ્વરૂપનું ફળ આત્મપ્રત્યયી નથી સંભવતું. આ વાત હજુ કોઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે વિશેષપણે સમજાશે; પણ આટલી સંક્ષેપતાથી વિશેષ ન સમજાય તો મુઝાશો નહીં. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મસ્વરૂપ જણાયું છે, તેને ધ્યાનનો એ એક ઉપાય છે, કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે, અને પરિણામ પણ સ્થિર થાય છે. લક્ષણી, ગુણથી અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાણ્યું નથી, એવા મુમુક્ષુને જ્ઞાનીપુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. મુખરસ અને તેનું ઉત્પત્તિક્ષેત્ર એ કોઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો. જ્ઞાનીપુરુષનો તે પછીનો જે માર્ગ તે ન દુભાય એવો તમને પ્રસંગ થયો છે, તેથી તેવો નિશ્ચય રાખવા જણાવ્યું છે. તે પછીનો માર્ગ જો દુભાતો હોય અને તેને વિષે કોઈને અપૂર્વ કારણરૂપે નિશ્ચય થયો હોય તો તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવ્યે જ ઉપાયરૂપ થાય છે, એવો અમારા આત્મામાં લક્ષ રહે છે. એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોચ્છવાસ રોધનથી તેને કલ્યાણનો હેતુ થતો નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોચ્છવાસનો રોધ કરે છે, તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે, તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. શ્વાસોચ્છવાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. તેનો સુગમ ઉપાય મુખરસ એકતાર કરવાથી થાય છે; માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે; પણ તે સુધારસ-સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કલ્યાણરૂપ થતી નથી, તેમ તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી, એટલો વિશેષ નિશ્ચય અમને ભાસ્યા કરે છે. જેણે વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાનીપુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે, અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે. એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂઝે છે. આત્મા છે તે ચંદનવૃક્ષ છે. તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે રહી હોય તે તે વસ્તુ તેની સુગંધનો (!) વિશેષ બોધ કરે છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે સ્ફુરે છે, જેમજેમ આધેનાં વૃક્ષ હોય તેમ તેમ સુગંધ મંદપરિણામને ભજે છે; અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે; અર્થાત્ ચંદન પછી તે સુગંધપરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની છાયા(!)રૂપ સુગંધ વિશેષ પડે છે; જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા વિશેષ સીપણે વર્તે છે. માટે તે આત્માની વિશેષ છાયા સુગંધ(!)નો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. આ પણ વિશેષપણે સમજવા યોગ્ય છે. પ્રણામ પહોંચે. પરમ સ્નેહી શ્રી સુભાગ્ય, શ્રી મોરબી. ૪૭૩ મુંબઈ, આસો વદ ૩, ૧૯૪૯ પુત્ર આજે ૧ પહોંચેલ છે. એટલું તો અમને બરાબર ધ્યાન છે કે મુઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઈ વેપારાદિના
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy