SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કરે છે, અને પરમ રુચિ છે જેને વિષે એવું આત્મજ્ઞાન અને આત્મવાર્તા તે કોઈ પણ પ્રકારની ઇચ્છા વિના ક્વચિત્ ત્યાગ જેવાં રાખવાં પડે છે. આત્મજ્ઞાન વેદક હોવાથી મુઝવતું નથી, પણ આત્મવાર્તાનો વિયોગ તે મુઝવે છે. તમે પણ ચિત્તમાં એ જ કારણે મુાઓ છો. ઘણી જેને ઇચ્છા છે એવા કોઈ મુમુક્ષુભાઈઓ તે પણ તે કારણે વિરહને વેદે છે. તમે બન્ને ઈશ્વરેચ્છા શું ધારો છો ? તે વિચારશો. અને જો કોઈ પ્રકારે શ્રાવણ વદનો યોગ થાય તો તે પણ કરશો. સંસારની ઝાળ જોઈ ચિંતા ભજનો નીં. ચિંતામાં સમતા રહે તો તે આત્મચિંતન જેવી છે. કંઈ જ્ઞાનવા લખશો. એ જ વિનંતી. ૪૬૨ પ્રણામ. મુંબઈ, શ્રાવણ સુદ ૫, ૧૯૪૯ જવાહિરી લોકોનું એમ માનવું છે કે એક સાધારણ સોપારી જેવું સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક (પ્રત્યક્ષ) એબ રહિત હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તોપણ તે ઓછું છે. જો વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું કરવું અને મનની ઇચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી, તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે જીવો તેનું અદ્ભુત માહાત્મ્ય કહે છે; અને અનાદિ દુર્લભ, જેમાં આત્મા કરી રહે છે એવું જે સત્સંગરૂપ સાધન તેને વિષે કંઈ આગ્રહ રુચિ નથી, તે આશ્ચર્ય વિચારવા યોગ્ય છે. ૪૬૩ મુંબઈ, શ્રાવણ સુદ ૧૫, રવિ, ૧૯૪૯ પરમસ્નેહી શ્રી સોભાગ, અત્રે કુશળક્ષેમ છે. અત્રેથી હવે થોડા દિવસમાં મુક્ત થવાય તો ઠીક એમ મનમાં રહે છે. પણ કાં જવું તે હજુ સુધી મનમાં આવી શક્યું નથી. આપનો તથા ગૌસળિયા વગેરેનો આગ્રહ સાયલા તરફ આવવા વિષે રહે છે, તો તેમ કરવામાં દુઃખ કંઈ નથી, તથાપિ આત્માને વિષે હાલ તે વાત સૂઝતી નથી. ઘણું કરીને આત્મામાં એમ જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપાર પ્રસંગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિપ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કોઈ પ્રકારે પ્રગટપણામાં ન અવાય એ યથાયોગ્ય પ્રકાર છે. વેપારપ્રસંગે રહેતાં છતાં જેનો ભક્તિભાવ રહ્યા કર્યો છે, તેનો પ્રસંગ પણ એવા પ્રકારમાં કરવો યોગ્ય છે, કે જ્યાં આત્માને વિષે ઉપર જણાવેલો પ્રકાર રહ્યા કરે છે, તે પ્રકારને બાધ ન થાય. જિને કહેલાં મેરુ વગેરે વિષે તથા અંગ્રેજે કહેલ પૃથ્યાદિ સંબંધે સમાગમ પ્રસંગમાં વાતચીત કરશો. અમારું મન ઘણું ઉદાસ રહે છે અને પ્રતિબંધ એવા પ્રકારનો રહે છે, કે તે ઉદાસપણું સાવ ગુપ્ત જેવું કરી ન ખમી શકાય એવા વેપારાદિ પ્રસંગમાં ઉપાધિજોગ વૈદવા પડે છે; જોકે વાસ્તવ્યપણે તો સમાધિપ્રત્યયી આત્મા છે. લિત પ્રણામ. ૪૬૪ મુંબઈ, શ્રાવણ વદ ૪, બુધ, ૧૯૪૯ થોડા વખત માટે મુંબઈમાં પ્રવર્તનથી અવકાશ લેવાનો વિચાર સૂઝી આવવાથી એક બે સ્થળે લખવાનું બન્યું હતું, પણ તે વિચાર તો થોડા વખત માટે કોઈ નિવૃત્તિક્ષેત્ર પ્રત્યે સ્થિતિ કરવાનો હતો. વવાણિયા કે કાઠિયાવાડ તરફની સ્થિતિનો નહીં હતો. હજુ તે વિચાર ચોક્કસ વ્યવસ્થામાં
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy