SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૬ મું ૪૫૫ ૩૭૭ મુંબઈ, પ્રથમ અસાડ વદ ૧૩, ભોમ, ૧૯૪૯ અનુકૂળતા, પ્રતિકૂળતાનાં કારણમાં વિષમતા નથી. સત્સંગના કામીજનને આ ક્ષેત્ર વિષમ જેવું છે. કોઈ કોઈ ઉપાધિજોગનો અનુક્રમ અમને પણ રહ્યા કરે છે. એ બે કારણ તરફની વિસ્મૃતિ કરતાં પણ જે ઘરમાં રહેવાનું છે તેની કેટલીક પ્રતિકૂળતા છે, તો હાલ તમ સૌ ભાઈઓનો વિચાર કંઈ મુલતવવા યોગ્ય (જેવું) છે. ܀܀܀܀܀ ૪૫૬ મુંબઈ, પ્રથમ આષાઢ વદ ૧૪, બુધ, ૧૯૪૯ ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. એક માત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે, ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જીવના સ્વરૂપથી જિવાય છે. જે કોઈ પણ મનુષ્ય ઇચ્છે છે, તે ભવિષ્યમાં તેની પ્રાપ્તિ ઇચ્છે છે, અને તે પ્રાપ્તિની ઇચ્છારૂપ આશાએ તેની કલ્પનાનું જીવવું છે, અને તે કલ્પના ઘણું કરી કલ્પના જ રહ્યા કરે છે; જો તે કલ્પના જીવને ન હોય અને જ્ઞાન પણ ન હોય તો તેની દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય હોવી સંભવે છે. સર્વ પ્રકારની આશા, તેમાં પણ આત્મા સિવાય બીજા અન્ય પદાર્થની આશામાં સમાધિ કેવા પ્રકારે થાય તે કહો. ૪૫૭ મુંબઈ, બીજા અસાડ સુદ ૬, બુધ, ૧૯૪૯ રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂક્યું કંઈ જતું નથી, એવો પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં. ૪૫૮ મુંબઈ, બીજા અસાડ સુદ ૧૨, મંગળ, ૧૯૪૯ અંબાલાલના નામથી એક પત્તું લખ્યું છે તે પહોંચ્યું હશે. તેમાં આજે એક કાગળ લખવાનું જણાવ્યું છે. લગભગ એક કલાક વખત વિચાર વર્તતાં કંઈ સૂઝ ન થવાથી કાગળ લખવાનું બન્યું નથી. તે ક્ષમા યોગ્ય છે. ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ સંભવે છે. તમારો કોઈ ભાઈઓનો પ્રસંગ, આ બાજુનો હાલ કંઈ થોડા વખતમાં થાય એવો સંભવ હોય તો જણાવશો. ܀܀܀܀܀ ૪૫૯ ભક્તિપૂર્વક પ્રણામ. મુંબઈ, બીજા આષાઢ વદ ૬, ૧૯૪૯ શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેને સર્વ પ્રકારની સંસારી ક્રિયા તે જ સમયે ન હોય એવો કંઈ નિયમ નથી. સમ્યક્ત્વ ઉત્પન્ન થવા પછી સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કોઈ પણ ક્રિયા તે જીવની હોતી નથી કે જેથી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય; અને જ્યાં સુધી પરમાર્થને વિષે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી બીજી ક્રિયાથી સમ્યક્ત્વને બાધ થાય નહીં. સર્પને આ જગતના લોકો પૂજે છે તે વાસ્તવિકપણે પૂજ્યબુદ્ધિથી પૂજતા નથી, પણ ભયથી પૂજે છે; ભાવથી પુજતા નથી; અને ઇષ્ટદેવને લોકો અત્યંત ભાવે પૂજે છે, એમ સમ્યક્દૃષ્ટિ જીવ તે સંસારને ભજતો દેખાય છે, તે પૂર્વે નિબંધન કરેલાં એવાં પ્રારબ્ધકર્મથી દેખાય છે. વાસ્તવ્યપણે ભાવથી તે સંસારમાં તેનો પ્રતિબંધ ઘટે નહીં. પૂર્વકર્મના હૃદયરૂપ મયથી ઘટે છે, જેટલે અંશે ભાવપ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યકૃર્દષ્ટિપણું તે જીવને હોય છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy