SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૬ મું 3૬૯ નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવપ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે. એ જે લક્ષણો કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે, જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ ઘરે તીર્થકરાદિએ કહ્યું છે, ૪૩૯ 35 મુંબઈ, ચૈત્ર સુદ ૬, ગુરુ, ૧૯૪૯ "સમતા રમતા ઊરધતા", એ પદ વગેરે પદ જે જીવ લક્ષણનાં લખ્યાં હતાં, તેનો વિશેષ અર્થ લખી પત્ર ૧ દિવસ પાંચ થયાં મોરબી રવાને કર્યો છે. જે મોરબી ગયે પ્રાપ્ત થવો સંભવે છે. ઉપાધિનો જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઇચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિનો ભીડો છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. છૂટવા જતાં કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિરહિતપણાને અત્યંત યોગ્ય છે. પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે. ܀܀܀܀ ૪૪૦ લિ રાયચંદના પ્રણામ. મુંબઈ, ચૈત્ર સુદ ૯, ૧૯૪૯ મુમુક્ષુસાઈ સુખલાલ છગનલાલ, વીરમગામ. કલ્યાણની જિજ્ઞાસાવાળો એક કાગળ ગઈ સાલમાં મળ્યો હતો. તેવા જ અર્થનો બીજો કાગળ થોડા દિવસ થયાં મળ્યો છે. કેશવલાલનો તમને ત્યાં સમાગમ થાય છે એ શ્રેયવાળો જોગ છે. આરંભ, પરિગ્રહ, અસત્સંગ આદિ કલ્યાણને પ્રતિબંધ કરનારાં કારણોમાં જેમ બને તેમ ઓછો પરિચય થાય તથા તેમાં ઉદાસીનતા પ્રાપ્ત થાય તે વિચાર હાલ મુખ્યપણે રાખવા યોગ્ય છે. મ તે વિદ્યા સભ્ય મુદ્દામ બના યા છે. મુમુક્ષુભાઈ શ્રી મનસુખ દેવશી, લીમડી. ૪૪૧ મુંબઈ, ચૈત્ર સુદ ૯, ૧૯૪૯ હાલ તે તરફ થયેલા શ્રાવકો વગેરેના સમાગમ સંબંધીની વિગત વાંચી છે. તે પ્રસંગમાં રુચિ કે અરુચિ જીવને ઉદય આવી નહીં, તે શ્રેયવાળું કારણ જાણી, તેને અનુસરી નિરંતર પ્રવર્તન કરવાનો પરિચય કરવો યોગ્ય છે; અને તે અસત્સંગનો પરિચય જેમ ઓછો પડે તેમ તેની અનુકંપા ઇચ્છી રહેવું યોગ્ય છે, જેમ બને તેમ સત્સંગના જોગને ઇચ્છવો અને પોતાના દોષને જોવા યોગ્ય છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy