SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૦ મું 399 છે; તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે; એક પારમાર્થિક અને એક વ્યાવહારિક; અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી; એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી; સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી; તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે; અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજૅચ્છાપણું, અને અસર્શનને વિષે સર્શનરૂપ ભ્રાંતિ તે છે. આત્મા નામનો કોઈ પદાર્થ નથી', એવો એક અભિપ્રાય ધરાવે છે; ‘આત્મા નામનો પદાર્થ સંયોગિક છે', એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો સમુદાય સ્વીકારે છે. 'આત્મા દેહસ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી', એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનનો છે. 'આત્મા અણુ છે', 'આત્મા સર્વવ્યાપક છે', 'આત્મા શૂન્ય છે', 'આત્મા સાકાર છે', 'આત્મા પ્રકાશરૂપ છે, 'આત્મા સ્વતંત્ર નથી', 'આત્મા કર્યાં નથી", "આત્મા કર્યાં છે ભોક્તા નથી', 'આત્મા ઉર્જા નથી ભોક્તા છે, ‘આત્મા કર્તા નથી ભોક્તા નથી’, ‘આત્મા જડ છે’, ‘આત્મા કૃત્રિમ છે', એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસગ્દર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. તે તે ઉપર જણાવ્યાં એકાંત-અયથાર્થપદે જાણી આત્માને વિષે અથવા આત્માને નામે ઈશ્વરાદિ વિષે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે; એવું જે અસત્સંગ, નિજેચ્છાપણું અને મિથ્યાદર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી, અને તે અસત્સંગાદિ ટાળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, અને પરમાર્થસ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે. પૂર્વે થયા એવા જે તીર્થંકરાદિ જ્ઞાનીપુરુષો તેમણે ઉપર કહી એવી જે ભ્રાંતિ તેનો અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે, તન્મયપણે જીવસ્વરૂપને વિચારી, જીવસ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે, તે આત્મા અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકરાદિએ સર્વ પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. આત્માને એક પણ અણુના આહારપરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે સ્પષ્ટ એવો અનાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. તે જોનાર એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પોતે પોતે જ શુદ્ધાત્મા છે, તો ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું જોકે ઘટતું નથી, તથાપિ વાણીધર્મે એમ કહ્યું છે. એવો જે અનંત પ્રકારે વિચારીને પણ જાણવા યોગ્ય ‘ચૈતન્યઘન જીવ' તે બે પ્રકારે તીર્થંકરે કહ્યો છે; કે જે સત્પુરુષથી જાણી, વિચારી, સત્કારીને જીવ પોતે તે સ્વરૂપને વિષે સ્થિતિ કરે. પદાર્થમાત્ર તીર્થકરાદિ જ્ઞાનીએ ‘વક્તવ્ય' અને અવક્તવ્ય એવા બે વ્યવહારધર્મવાળા માન્યા છે. અવક્તવ્યપણે જે છે તે અહીં અવક્તવ્ય જ છે. વક્તવ્યપણે જે જીવધર્મ છે, તે સર્વ પ્રકારે તીર્થંકરાદિ કહેવા સમર્થ છે, અને તે માત્ર જીવના વિશુદ્ધ પરિણામે અથવા સત્પુરુષે કરી જણાય એવો જીવધર્મ છે, અને તે જ ધર્મ તે લક્ષણે કરી અમુક મુખ્ય પ્રકારે કરી તે દોહાને વિષે કહ્યો છે. અત્યંત પરમાર્થના અભ્યાસ તે વ્યાખ્યા અત્યંત સ્ફુટ સમજાય છે, અને તે સમજાયે આત્માપણું પણ અત્યંત પ્રગટે છે, તથાપિ યથાવકાશ અત્ર તેનો અર્થ લખ્યો છે, મુંબઈ, ચૈત્ર સુદ ૧, ૧૯૪૯ ૪૩૮ ‘સમતા, રમતા, ઊરધતા, જ્ઞાયકતા, સુખભાસ; વૈદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ' શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy