SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૫ મું ૩૫૩ એમ છતાં પણ કોઈને ખેદ, દુઃખ, અલાભનું કારણ તે સાક્ષીપુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે તો તે પ્રસંગમાં તે સાક્ષીપુરુષનું અત્યંત વિકટપણું નથી. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. (ધર્મ” શબ્દ આચરણને બદલે છે.) એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વરેચ્છા હશે તે યદશે. ૪૦૯ મુંબઈ, આસો સુદ ૧, બુધ, ૧૯૪૮ જીવનું કર્તૃત્વઅકર્તૃત્વપણું સમાગમે શ્રવણ થઈ નિદિધ્યાસન કરવા યોગ્ય છે. વનસ્પતિ આદિના જોગથી પારો બંધાઈ તેનું રૂપાં વગેરે રૂપ થવું તે સંભવતું નથી, તેમ નથી. યોગસિદ્ધિના પ્રકારે કોઈ રીતે તેમ બનવા યોગ્ય છે, અને તે યોગનાં આઠ અંગમાંનાં પાંચ જે પ્રાપ્ત છે તેને વિષે સિદ્વિજોગ હોય છે. આ સિવાયની કલ્પના માત્ર કાળક્ષેપરૂપ છે. તેનો વિચાર ઉદય આવે તે પણ એક કૌતુકભૂત છે. કૌતુક આત્મપરિણામને વિષે યોગ્ય નથી. પારાનું સ્વાભાવિક પારાપણું છે. ૪૧૦ પ્રગટ આત્મસ્વરૂપ અવિચ્છિન્નપણે ભજવા યોગ્ય છે. મુંબઈ, આસો સુદ ૭, ભોમ, ૧૯૪૮ વાસ્તવિક તો એમ છે કે કરેલાં કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને નહીં કરેલું એવું કંઈ કર્મફળ પ્રાપ્ત થાય નહીં. કોઈ કોઈ વખત અકસ્માત્ કોઈનું શુભ અથવા અશુભ વર અથવા શાપથી થયેલું દેખવામાં આવે છે, તે કંઈ નહીં કરેલાં કર્મનું ફળ નથી. કોઈ પણ પ્રકારે કરેલાં કર્મનું ફળ છે. એકેન્દ્રિયનું એકાવતારીપણું અપેક્ષાએ જાણવા યોગ્ય છે. એ જ વિનંતિ. ૪૧૧ મુંબઈ, આસો સુદ ૧૦ (દશેરા), ૧૯૪૮ ‘ભગવતી’ વગેરે સિદ્ધાંતોને વિષે જે કોઈ કોઈ જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે, તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. તીર્થંકર તો પૂર્ણ આત્મસ્વરૂપ છે. પરંતુ જે પુરુષો માત્ર યોગધ્યાનાદિકના અભ્યાસબળ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે; અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. ક્વચિત્ જ્ઞાનના તારતમ્યક્ષયોપશમ ભેદે તેમ નથી પણ હોતું, તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે, તે પુરુષ તો નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણે છે. આત્મા નિત્ય છે, અનુભવરૂપ છે, વસ્તુ છે, એ એ પ્રકારો અત્યંતપણે દેઢ થવા અર્થે શાસ્ત્રને વિષે તે પ્રસંગો કહેવામાં આવ્યા છે. ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી, એમ કહેવા તુલ્ય છે; તથાપિ એમ તો નથી. આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે, અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પોતાના તેમજ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી. પ્રત્યેક ઠેકાણે તીર્થકર ભિક્ષાર્થે જતાં સુવર્ણર્દષ્ટિ ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવા યોગ્ય નથી; અથવા શાસ્ત્રમાં કહેલાં વાક્યોનો તેવો અર્થ થતો હોય તો તે સાપેક્ષ છે; લોકભાષાનાં એ વાક્ય સમજવા યોગ્ય છે. રૂડા પુરુષનું આગમન કોઈને ત્યાં થાય તો તે જેમ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy