SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયાં છે, તેનો હેતુ શો હશે ? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે, એવા જીવને વિષે વૈરાગ્યાદિ સાધન તો ખચીત હોય છે.) શ્રી સુભાગ્યભાઈના કહેવાથી તમે, આ પત્ર જેના તરફથી લખવામાં આવ્યો છે તે માટે, જે કંઈ શ્રવણ કર્યું છે, તે તેમનું કહેવું યથાતથ્ય છે કે કેમ ? તે પણ નિર્ધાર કરવા જેવી વાત છે. નિરંતર અમારા સત્સંગને વિષે રહેવા સંબંધી તમારી જે ઇચ્છા છે, તે વિષે હાલ કાંઈ લખી શકાવું અશક્ય છે. તમારા જાણવામાં આવ્યું હોવું જોઈએ કે અત્ર અમારું જે રહેવું થાય છે તે ઉપાધિપૂર્વક થાય છે, અને તે ઉપાધિ એવા પ્રકારથી છે કે તેવા પ્રસંગમાં શ્રી તીર્થંકર જેવા પુરુષ વિષેનો નિર્ધાર કરવો હોય તોપણ વિકટ પડે, કારણ કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્યપ્રવૃત્તિ અથવા બાહ્યનિવૃત્તિનું ઓળખાણ છે; અને તેના આધારે જ તે સત્પુરુષ, અસત્પુરુષ કલ્પતો આવેલ છે; કદાપિ કોઈ સત્સંગના યોગે જીવને ‘સત્પુરુષ આ છે' એવું જાણવામાં આવે છે, તોપણ પછી તેમનો બાહ્મપ્રવૃત્તિરૂપ યોગ દેખીને જેવો જોઈએ તેવો નિશ્ચય રહેતો નથી; અથવા તો નિરંતર વધતો એવો ભક્તિભાવ નથી રહેતો; અને વખતે તો સંદેને પ્રાપ્ત થઈ જીવ તેવા સત્પુરુષના યોગને ત્યાગી જેની બાહ્યનિવૃત્તિ જણાય છે એવા અસત્પુરુષને દેઢાગ્રહે સેવે છે; માટે નિવૃત્તિપ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તતો હોય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. આ વાત અત્યારે આથી વિશેષ લખાવી અશક્ય છે. જો કોઈ પ્રસંગે અમારો સમાગમ થાય તો ત્યારે તમે તે વિષે પૂછશો અને કંઈ વિશેષ કહેવાયોગ્ય પ્રસંગ હશે તો કહી શકવાનો સંભવ છે. દીક્ષા લેવા વારંવાર ઇચ્છા થતી હોય તોપણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી, અને કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. એ પ્રકારમાં અનંતકાળ થયાં ભૂલ થતી આવી છે, માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે. અત્યારે એ જ વિનંતી. ܀܀܀܀܀ ૪૦૨ રાયચંદના નિષ્કામ યથાયોગ્ય મુંબઈ, ભાદરવા સુદ ૭, સૌમ, ૧૯૪૮ ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં. સ્વસ્તિ શ્રી સાયલા શુભસ્થાને સ્થિત, મુમુક્ષુજનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણાર્દષ્ટિ છે જેની, એવા નિષ્કામ, ભક્તિમાન શ્રી સુભાગ્ય પ્રત્યે, શ્રી ‘મોહમયી’ સ્થાનેથી .......ના નિષ્કામ વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. સંસાર ભજવાના આરંભકાળ(?)થી તે આજ દિન પર્યંત તમ પ્રત્યે જે કંઈ અવિનય, અભક્તિ અને અપરાધાદિ દોષ ઉપયોગપૂર્વક કે અનુપયોગ થયા હોય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું. શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મપર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે, એવી સંવત્સરી આ વર્ષ સંબંધી વ્યતીત થઈ, કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિષે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી, એવી વાત જેને પરમોત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે, એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ, અને તે જ વાક્ય માત્ર સ્મરણયોગ્ય એવા તમને લખ્યું છે; કે જે વાક્ય નિઃશંકપણે તમે જાણો છો. ‘રવિવારે તમને પત્ર લખીશ’ એમ જણાવ્યું હતું તથાપિ તેમ થઈ શક્યું નથી, તે ક્ષમા કરવા જોગ છે. તમે વ્યવહારપ્રસંગની વિગત સંબંધી પત્ર લખ્યો હતો. તે વિગત ચિત્તમાં ઉતારવા અને વિચારવાની ઇચ્છા હતી, તથાપિ તે ચિત્તના આત્માકારપણાથી નિષ્ફળપણાને પ્રાપ્ત થઈ છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy