SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ 339 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર શ્રી તીર્થંકરે તેરમા સ્થાનકે વર્તતા પુરુષનું નીચે લખ્યું છે, તે સ્વરૂપ કહ્યું છેઃ- આત્મભાવને અર્થે સર્વ સંસાર સંવૃત કર્યો છે જેણે, અર્થાત્ સર્વ સંસારની ઇચ્છા જેના પ્રત્યે આવી નિરોધ - થઈ છે, એવા નિર્ગુથને, - સત્પુરુષને - તેરમે ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે. મનસમિતિએ યુક્ત, વચનસમિતિએ યુક્ત, કાયસમિતિએ યુક્ત, કોઈ પણ વસ્તુને ગ્રહણ-ત્યાગ કરતાં સમિતિએ યુક્ત, દીર્ધશંકાદિનો ત્યાગ કરતાં સમિતિયુક્ત, મનને સંકોચનાર, વચનને સંકોચનાર, કાયાને સંકોચનાર, સર્વ ઈંદ્રિયોના સંકોચપણે બ્રહ્મચારી, ઉપયોગપૂર્વક ચાલનાર, ઉપયોગપૂર્વક ઊભો રહેનાર, ઉપયોગપૂર્વક બેસનાર, ઉપયોગપૂર્વક શયન કરનાર, ઉપયોગપૂર્વક બોલનાર, ઉપયોગપૂર્વક આહાર લેનાર અને ઉપયોગપૂર્વક શ્વાસોચ્છવાસ લેનાર, આંખનું એક નિમિષમાત્ર પણ ઉપયોગરહિત ચલન ન કરનાર, કે ઉપયોગરહિત જેની ક્રિયા નથી તેવા આ નિગ્રંથને એક સમયે ક્રિયા બંધાય છે, બીજે સમયે વેદાય છે, ત્રીજે સમયે તે કર્મરહિત હોય છે, અર્થાત્ ચોથે સમયે તે ક્રિયા સંબંધી સર્વ ચેષ્ટા નિવૃત્ત થાય છે. શ્રી તીર્થંકર જેવાને કેવો અત્યંત નિશ્ચળ, [અપૂર્ણ] ૩૮૪ મુંબઈ, અસાડ સુદ ૯, ૧૯૪૮ શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એવો જે કાળ તે આ ‘દુસમ કળિયુગ' નામનો કાળ છે. તેને વિષે વિહ્વળપણું, જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી, બીજાં જે કારણો તેને વિષે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જો કોઈ હોય તો તે આ કાળને વિષે 'બીજો શ્રી રામ' છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે કે એ ગુણોના કોઈ અંશે સંપન્ન પણ અલ્પ જીવો દૃષ્ટિગોચર થતા નથી. નિદ્રા સિવાયનો બાકીનો જે વખત તેમાંથી એકાદ કલાક સિવાય બાકીનો વખત મન, વચન, કાયાથી ઉપાધિને જોંગે વર્તે છે. ઉપાય નથી, એટલે સમ્યપરિણતિએ સંવેદન કરવું યોગ્ય છે. મોટા આશ્ચર્યને પમાડનારાં એવાં જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણો તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દૃષ્ટિમાં આવતા નથી, અને પોતાનું જે નાનું ઘર અથવા જે કંઈ ચીજો તેને વિષે કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહંત્વ વર્તે છે, એ જોઈ એમ થાય છે કે લોકોને દૃષ્ટિભ્રમ - અનાદિકાળનો - મટ્યો નથી; જેથી મટે એવો જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી; અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણા જીવોની સ્થિતિ જોઈ આ લોક અનંતકાળ રહેવાનો છે, એમ જાણો, ܀܀܀܀܀ ૩૮૫ નમસ્કાર પહોંચે. મુંબઈ, અસાડ, ૧૯૪૮ સૂર્ય ઉદય-અસ્ત રહિત છે, માત્ર લોકોને ચક્ષુમર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુમર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે તો ઉદયઅસ્ત નથી. તેમજ જ્ઞાની છે તે, બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે પોતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા, જ્ઞાનીને વિષે કલ્પે છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે. જે પ્રકારે પ્રારબ્ધનો ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલ તો વર્તીએ છીએ, અને એમ વર્તવું કોઈ પ્રકારે તો સુગમ ભાસે છે. ઠાકોર સાહેબને મળવા સંબંધી વિગત આજના પત્રને વિષે લખી, પણ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy