SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આલંબન નથી. ધીરજ પ્રાપ્ત થવા “ઈશ્વરેચ્છાદિ” ભાવના તેને થવી યોગ્ય નથી. શક્તિમાનને જે કંઈ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ ક્લેશના પ્રકાર દેખી, તટસ્થ ધીરજ રહેવા તે ભાવના કોઈ પ્રકારે યોગ્ય છે. જ્ઞાનીને પ્રારબ્ધ’ ‘ઈશ્વરેચ્છાદિ’ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. તેને શાતા અશાતામાં કંઈ કોઈ પ્રકારે રાગદ્વેષાદિ કારણ નથી. તે બન્નેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે, તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાલંબન એવું તેનું ઉદાસપણું એ ઈશ્વરેચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. ‘ઈશ્વરેચ્છા’ એ શબ્દ પણ અર્થાંતરે જાણવા યોગ્ય છે. ઈશ્વરેચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભક્તિને યોગ્ય છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધુંય સમ છે, અથવા જ્ઞાની સહજપરિણામી છે; સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉય ભોગવે છે, સહજપણે જે કંઈ થાય તે થાય છે, જે ન થાય તે ન થાય છે, તે કર્તવ્યરહિત છે; ઉત્ત્તવ્યભાવ તેને વિષે વિલયપ્રાપ્ત છે; માટે તમને, તે જ્ઞાનીના સ્વરૂપને વિષે પ્રારબ્ધના ઉદયનું સહજ-પ્રાપ્તપણું તે વધારે યોગ્ય છે, એમ જાણવું યોગ્ય છે. ઈશ્વરને વિષે કોઈ પ્રકારે ઇચ્છા સ્થાપિત કરી, તે ઇચ્છાવાન કહેવા યોગ્ય છે. જ્ઞાની ઇચ્છારહિત કે ઇચ્છાસહિત એમ કહેવું પણ બનતું નથી; તે સહજસ્વરૂપ છે, ૩૭૮ મુંબઈ, જેઠ સુદ ૧૦, રવિ, ૧૯૪૮ ઈશ્વરાદિ સંબંધી જે નિશ્ચય છે, તેને વિષે હાલ વિચારનો ત્યાગ કરી સામાન્યપણે ‘સમયસાર'નું વાંચન કરવું યોગ્ય છે; અર્થાત્ ઈશ્વરના આશ્રયથી હાલ ધીરજ રહે છે, તે ધીરજ તેના વિકલ્પમાં પડવાથી રહેવી વિકટ છે. ‘નિશ્ચયને વિષે અકત્તા: ‘વ્યવહાર’ને વિષે કર્યાં. ઇત્યાદિ જે વ્યાખ્યાન સમયસાર”ને વિષે છે. તે વિચારવાને યોગ્ય છે, તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે. સમજવા યોગ્ય તો જે છે તે સ્વરૂપ, પ્રાપ્ત થયું છે જેને નિર્વિકલ્પપણું એવા જ્ઞાનીથી - તેના આશ્રયે જીવના દોષ ગળિત થઈ પ્રાપ્ત હોય છે, સમજાય છે. .... છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી .......ને નમસ્કાર છે. ૩૭૯ મુંબઈ, જેઠ વદ ૦)), શુ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું યાચકપણું મટી, સર્વ કાળને માટે અયાચકપણું પ્રાપ્ત હોય છે એવો જો કોઈ હોય તો તે તરણતારણ જાણીએ છીએ, તેને ભજો. મોક્ષ તો આ કાળને વિષે પણ પ્રાપ્ત હોય, અથવા પ્રાપ્ત થાય છે. પણ મુક્તપણાનું દાન આપનાર એવા પુરુષની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અર્થાત્ મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લમ છે. ઉપાધિજોગનું અધિકપણું વર્તે છે. બળવાન ક્લેશ જેવો ઉપાધિયોગ આપવાની ‘હરિઇચ્છા’ હશે, ત્યાં હવે તે જેમ ઉદય આવે તેમ વેદન કરવા યોગ્ય જાણીએ છીએ. સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે. તથાપિ સંસારનો પ્રસંગ હજી વિરામ પામતો નથી; એ એક પ્રકારનો મોટો ‘ક્લેશ’ વર્તે છે. તમારા સત્સંગને વિષે અત્યંત રુચિ રહે છે, તથાપિ તે પ્રસંગ થવા હાલ તો 'નિર્બળ' થઈ શ્રી 'હરિ'ને હાથ સોંપીએ છીએ.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy