SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ 330 http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જો પરમ એવું જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તો પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે. રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તો. વિયોગ છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. આપનું એક પત્ર આજે પ્રાપ્ત થયું. ܀܀܀܀܀ ૩૭૨ શ્રી સ્વરૂપના યથાયોગ્ય. મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ આપે ઉપાધિ દૂર થવા વિષેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે. આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે, પણ તે ઈશ્વરેચ્છાધીન છે; જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તો કરો અને જે સમાગમની પરમ ઇચ્છા તેને વિષે જ અભેદચિંતન રાખો. આજીવિકાના કારણમાં વિદ્ઘલપણું પ્રસંગોપાત્ત આવી જાય એ ખરું છે; તથાપિ ધીરજને વિષે વર્તવું યોગ્ય છે. ઉતાવળની અગત્ય નથી, અને તેમ વાસ્તવિક ભયનું કંઈ કારણ નથી. 393 શ્રી. - મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ થા મોહમયીથી જેની અમપણે સ્થિતિ છે, એવા શ્રી .... ના 'મનને લઈને આ બધું છે' એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ મન', 'તેને લઈને', અને 'આ બધું' અને 'તેનો નિર્ણય', એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે. તે ઘણા કાળના બધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ, જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે; વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ. ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી, અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્રસંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો; તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો, લખવાને ઇચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશરૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે; તથાપિ જો તે ઉપાધિયોગ સત્સંગાદિકને અર્થે જ ઇચ્છવામાં આવતો હોય, તેમજ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિયોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. અપ્રતિબદ્ધ પ્રણામ. ܀܀܀܀܀
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy