SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૩૦૫ ૨૯૨ વવાણિયા, આસો વદ ૧૨, ૧૯૪૭ કુટુંબાદિક સંગ વિષે લખ્યું તે ખરું છે. તેમાં પણ આ કાળમાં એવા સંગમાં જીવે સમપણે પરિણમવું એ મહા વિકટ છે, અને જેઓ એટલું છતાં પણ સમપણે પરિણમે, તે નિકટભવી જીવ જાણીએ છીએ. આજીવિકાના પ્રપંચ વિષે વારંવાર સ્મૃતિ ન થાય એટલા માટે ચાકરી કરવી પડે તે હિતકારક છે. જીવને પોતાની ઇચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે, માટે ગમે તે સંગ-પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવર્તવું ન પડે તેમ કરવું. ܀܀܀܀܀ ૨૯૩ વવાણિયા, આસો વદ ૧૩, શુક્ર, ૧૯૪૭ શ્રી સુભાગ્ય, સ્વમૂર્તિરૂપ શ્રી સુભાગ્ય, વિરહની વેદના અમને વધારે રહે છે. કારણ કે વીતરાગતા વિશેષ છે; અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે. પણ હરિઇચ્છાને અનુસરી પ્રસંગોપાત્ત વિરહમાં રહેવું પડે છે; જે ઇચ્છ સુખદાયક માનીએ છીએ, એમ નથી, ભક્તિ અને સત્સંગમાં વિરહ રાખવાની ઇચ્છા સુખદાયક માનવામાં અમારો વિચાર નથી રહેતો. શ્રી હરિ કરતાં એ બાબતમાં અમે વધારે સ્વતંત્ર છીએ. ૨૯૪ મુંબઈ, ૧૯૪૭ આર્તધ્યાન ધ્યાવન કરવા કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે. અને જેને માટે આર્તધ્યાન ધ્યાવવું પડતું હોય ત્યાંથી કાં તો મન ઉઠાવી લેવું અથવા તો તે કૃત્ય કરી લેવું એટલે તેથી વિરક્ત થવાશે. જીવને સ્વચ્છંદ એ મહા મોટો દોષ છે. એ જેનો મટી ગયો છે તેને માર્ગનો ક્રમ પામવો બહુ સુલભ છે. ܀܀܀܀܀ ૨૯૫ મુંબઈ, ૧૯૪૭ ચિત્તની જો સ્થિરતા થઈ હોય તો તેવા સમય પરત્વે સત્પુરુષોના ગુણોનું ચિંતન, તેમનાં વચનોનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન, અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન એમ થઈ શકતું હોય તો મનનો નિગ્રહ થઈ શકે ખરો; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્તસ્થિરતા સમય પરત્વે તેની ખુબી માલૂમ પડે, ૨૯૬ ૧. ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે, ર. બેના અંતમાં રહેલ જે વસ્તુ તે છેદો છેદાય નહીં, ભેદ્યો ભેદાય નહીં. ܀܀܀܀܀ ૨૯૭ મુંબઈ, ૧૯૪૭ મુંબઈ, ૧૯૪૭ આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે. પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એ વગેરે લખ્યું તે યથાયોગ્ય છે. તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી. શ્રી નાગજીસ્વામીએ કેવળદર્શન સંબંધી જણાવેલ આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે. અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ધરે છે. ૧. જુઓ આંક ૧૧૮
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy