SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org 300 શ્રીમદ્ રાજચંદ્ર ૨૭૫ વાણિયા, ભા. વદ ૫. બુધ, ૧૯૪૭ આજે આપનું પત્તું ૧ આવ્યું. તે વાંચી સર્વાત્માનું ચિંતન અધિક સાંભર્યું છે. સત્સંગનો અમને વારંવાર વિયોગ રાખવો એવી હરિની ઇચ્છા સુખદાયક કેમ મનાય ? તથાપિ માનવી પડે છે. ..ને દાસત્વભાવથી વંદન કરું છું, એમની ઇચ્છા ‘સત્’ પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તોપણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. અમને તો કાંઈ સ્વાર્થ નથી; એટલે કહેવું યોગ્ય છે કે કેવળ ‘સત”થી વિમુખ એવે માર્ગે પ્રાયે તેઓ વર્તે છે. જે તેમ વર્તતા નથી તે હાલ તો અપ્રગટ રહેવા ઇચ્છે છે. આશ્ચર્યકારક તો એ છે કે, કળિકાળે ચોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યો છે. ૨૭૬ વિગતવાર પત્ર અને ધર્મજવાળું પત્તું પ્રાપ્ત થયું. વવાણિયા, ભાદરવા વદ ૭, ૧૯૪૭ હાલ ચિત્ત પરમ ઉંદાસીનતામાં વર્તે છે. લખવા વગેરેમાં પ્રવૃત્તિ થતી નથી. જેથી તમને વિશેષ વિગતથી કંઈ લખવાનું બની શકતું નથી. ધર્મજ જણાવશો કે આપને મળવા માટે હું (એટલે કે અંબાલાલ) ઉત્કંઠિત છું. આપના જેવા પુરુષના સત્સંગમાં આવવા મને કોઈ શ્રેષ્ઠ પુરુષની આજ્ઞા છે. તો બનતાં સુધી દર્શન કરવા આવીશ. તેમ બનવામાં કદાપિ કોઈ કારણે વિલંબ થયો તોપણ આપનો સત્સંગ કરવાની ઇચ્છા મને મંદ નહીં થાય, એ પ્રમાણેના અર્થથી લખશો. હાલ કોઈ પણ પ્રકારે ઉદાસીન રહેવું યોગ્ય નથી. અમારા વિષેની કંઈ પણ વિગત તેઓને હાલ લખવાની નથી. ૨૭૭ વવાણિયા, ભાદ્રપદ વદ ૭, ૧૯૪૭ ચિત્ત ઉદાસ રહે છે; કંઈ ગમતું નથી; અને જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે પડે છે; તે જ સંભળાય છે. ત્યાં હવે શું કરવું ? મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. જેથી પ્રત્યેક કાર્ય મુલતવાં પડે છે; કાંઈ વાંચન, લેખન કે જનપરિચયમાં રુચિ આવતી નથી. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિષે મૃત્યુથી અધિક વૈદના થાય છે. સ્થિતિ કાં તમે જાણો છો કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે, અને હરિ જાણે છે. ܀܀܀܀܀ ૨૭૮ વવાણિયા, ભાદ્રપદ વદ ૧૦, રવિ, ૧૯૪૭ “આત્મામાં રમણ કરી રહ્યા છે. એવા નિર્ગુથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે. કારણ કે ભગવાનના ગુણો એવા જ છે.' ܀܀܀܀ ૨૭૯ - 'શ્રીમદ્ ભાગવત, ૧ સ્કંધ, ૭ આ, ૧૦ બ્લોક, વવાણિયા, ભાદ્રપદ વદ ૧૧, સોમ, ૧૯૪૭ જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. ܀܀܀܀܀ ૨૮૦ વાણિયા, ભાદ્રપદ વ ૧૨, ભોમ, ૧૯૪૭ જણાવ્યા જેવું તો મન છે, કે જે સત્સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે (નાગ જેમ મોરલી ઉપર); તથાપિ તે દશા વર્ણવવાની સત્તા સર્વાધાર હરિએ વાણીમાં પૂર્ણ મૂર્કી નથી; અને લેખમાં १. आत्मारामारच मुनयो निग्रंथा अप्युरुक्रमे । વયતુર્કી મિિમત્વભૂતનુળા રિ 1 સ્કંધ ૧, અ. ૭, શ્લોક ૧૦
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy