SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ સુજ્ઞ ભાઇ ત્રિભોવન, http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૨૩૭ “પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી.’’ એ વાક્યનો અર્થ સમાગમે પૂછજો. મુંબઈ, ચૈત્ર વદ ૨, શનિ, ૧૯૪૭ પરમ સમાધિરૂપ જ્ઞાનીની દશાને નમસ્કાર, વિલ રાયચંદના પ્રણામ. મુંબઈ, ચૈત્ર વદ ૩, રવિ, ૧૯૪૭ ૨૩૮ તે પૂર્ણપદને જ્ઞાનીઓ પરમ પ્રેમથી ઉપાસે છે. ચારેક દિવસ પહેલાં આપનું પત્ર મળ્યું. પરમ સ્વરૂપના અનુગ્રહથી અત્ર સમાધિ છે. આપની ઇચ્છા સવૃત્તિઓ થવા રહે છે; એ વાંચી વારંવાર આનંદ થાય છે. ચિત્તનું સરળપણું, વૈરાગ્ય અને ‘સત્’ પ્રાપ્ત હોવાની જિજ્ઞાસા એ પ્રાપ્ત થવાં પરમ દુર્લભ છે; અને તેની પ્રાપ્તિને વિષે પરમ કારણરૂપ એવો ‘સત્સંગ’ તે પ્રાપ્ત થવો એ તો પરમ પરમ દુર્લભ છે. મોટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તો એ છે કે ‘સત્સંગ’નો જોગ થવો જીવને બહુ કઠણ છે; અને એમ હોવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી ચૌદે રાજલોક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિધતાપ-અગ્નિથી બન્યા કરે છે; તેને પરમ કારુણ્યમૂર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે; તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પુણ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી. ‘સત્’ને વિષે પ્રીતિ, ‘સત્’રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તકો અને વૈરાગી, સરળ ચિત્તવાળાં મનુષ્યનો સંગ અને પોતાની ચિત્તશુદ્ધિ એ સારાં કારણો છે. એ જ મેળવવા રટણ રાખવું ક્લ્યાણકારક છે. અત્ર સમાધિ છે. ܀܀܀܀܀ ૨૩૯ ‘આપ્યું સૌને તે અક્ષરધામ રે.’ ગઈ કાલે એક કૃપાપત્ર મળ્યું હતું. અત્ર પરમાનંદ છે. મુંબઈ, ચૈત્ર વદ ૭, ગુરુ, ૧૯૪૭ જોકે ઉપાધિસંયુક્ત કાળ ઘણો જાય છે, ઈશ્વરેચ્છા પ્રમાણે વર્તવું શ્રેયસ્કર છે અને યોગ્ય છે, એટલે જેમ ચાલે છે તેમ ઉપાધિ હો તો ભલે, ન હો તોપણ ભલે, જે હોય તે સમાન જ છે. જ્ઞાનવાર્તા સંબંધી અનેક મંત્ર આપને જણાવવા ઇચ્છા થાય છે; તથાપિ વિરકાળ પ્રત્યક્ષ છે. એટલે નિરુપાયતા છે. મંત્ર એટલે ગુપ્તભેદ. એમ તો સમજાય છે કે ભેદનો ભેદ ટળ્યે વાસ્તવિક સમજાય છે. પરમ અભેદ એવું ‘સત્’ સર્વત્ર છે. ܀܀܀܀܀ ૨૪૦ વિત રાયચંદ મુંબઈ, ચૈત્ર વદ ૯. રવિ, ૧૯૪૭ ગઈ કાલે પત્ર અને પ. પૂજ્ય શ્રી સોભાગભાઈનું પત્તું સાથે મળ્યું. વિનયભર્યો કાગળ સહર્ષ તેમને તમે લખજો. વિલંબ થયાનું કારણ સાથે જણાવજો. સાથે જણાવજો કે રાયચંદે આ વિષે બહુ પ્રસન્નતા દર્શાવી છે. હાલ મને મુમુક્ષુઓનો પ્રતિબંધ પણ જોઈતો નહોતો, કારણ કે મારી તમને પોષણ આપવાની હાલ અશક્યતા વર્તે છે. ઉદયકાળ એવો જ છે, માટે 'સો૦ જેવા સત્પુરુષ પ્રત્યેનો પત્રવ્યવહાર ૧. સૌભાગભાઈ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy