SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૧૮ સર્વાત્મા હરિને નમસ્કાર ‘સત્’ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. ૨૭૩ મુંબઈ, ફાગણ સુદ ૧૩, સોમ, ૧૯૪૭ સત્ છે. કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે; અને તે પ્રાપ્તિનો ઉપયોગ છે. ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનો લક્ષ એક 'સત્' જ છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણ સમજાવ્યું છે; જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે; વાસ્તવિક રીતે ભેદ નથી. લોકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે; અનેક રૂપ નવાં થાય છે; અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું, તે દેખાય છે; અને ક્ષણમાં ઘણાં દીર્ઘ વિસ્તારવાળાં રૂપ લય પામ્યાં જાય છે, મહાત્માના વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે; પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ 'સત્' નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી, એમ સમજાય છે. બાળજીવ તો તે સ્વરૂપને શાશ્વતરૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગજીવ એવી અનેકતાની કહેણીથી મૂંઝાઈ જઈ ‘સત્' તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. ‘ભ્રાંતિ’નું રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપનો વિચાર કરતાં પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું ? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું, અને મને શું કલ્યાણકારક ? એમ વિચારતાં વિચારતાં એને એક ભ્રાંતિનો વિષય જાણી, જ્યાંથી ‘સત્’ની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી, એમ સમજી તે શોધી, શરણાપન્ન થઈ ‘સત્' પામી ‘સત્’રૂપ હોય છે. જૈનની બાહ્યશૈલી જોતાં તો અમે તીર્થંકરને સંપૂર્ણજ્ઞાન હોય એમ કહેતાં ભ્રાંતિમાં પડીએ છીએ. આનો અર્થ એવો છે કે જૈનની અંતશૈલી બીજી જોઈએ. કારણ કે ‘અધિષ્ઠાન’ વગર આ જગતને વર્ણવ્યું છે, અને તે વર્ણન અનેક પ્રાણીઓ, વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે. તથાપિ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ, તો એમ લાગે છે કે તીર્થંકરદેવ તો જ્ઞાની આત્મા હોવા જોઈએ, પણ તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણવ્યું છે, અને લોકો સર્વકાળ એવું માની બેઠા છે. જેથી ભ્રાંતિમાં પડ્યા છે. ગમે તેમ હો, પણ આ કાળમાં જૈનમાં તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે, કારણ કે ખરાબે ચઢેલું વહાણ, અને તે પણ જૂનું, એ ભયંકર છે. તેમ જ જૈનની કથની ઘસાઈ જઈ, 'અધિષ્ઠાન' વિષયની ભ્રાંતિરૂપ ખરાબે તે વહાણ ચડ્યું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે. તીર્થકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન' વગર આ જગત વર્ણવ્યું છે, તેનું શું કારણ ? શું તેને ‘અધિષ્ઠાનનું જ્ઞાન નહીં થયું હોય ? અથવા “અધિષ્ઠાન નહીં જ હોય ? અથવા કોઈ ઉદ્દેશે છુપાવ્યું હશે ? અથવા કથન ભેદે પરંપરાએ નહીં સમજાયાથી ‘અધિષ્ઠાન' વિષેનું કથન લય પામ્યું હશે ? આ વિચાર થયા કરે છે. જોકે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ, તેને નમસ્કાર કરીએ છીએ, તેના અપૂર્વ ગુણ ઉપર અમારી પરમ ભક્તિ છે, અને તેથી અમે ધારીએ છીએ કે “અધિષ્ઠાન' તો તેમણે જાણેલું, પણ લોકોએ પરંપરાએ માર્ગની ભૂલથી લય કરી નાખ્યું.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy