SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર આવરણ-તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના ‘સત્’ જણાતી નથી, અને ‘સત્’ની નજીક સંભવતી નથી. 'સત્' છે, તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદું) છે; કલ્પનાથી 'પર' (આū) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દૃઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી ‘સત્’ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે એવાં છે; એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટ્કર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો; વિચારજો; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે; એમાં 'સત' જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો.. ૨૧૨ સને નમોનમઃ મુંબઈ, માહ વદ, ૧૯૪૩ વાંકા-ઇચ્છાના અર્થ તરીકે 'કામ' શબ્દ વપરાય છે, તેમ જ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે. ‘અનન્ય’ એટલે જેના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ. અનન્ય ભક્તિભાવ એટલે જેના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ, મુમુક્ષુ વૈ યોગમાર્ગના સારા પરિચી છે, એમ જાણું છું. સવૃત્તિવાળા જોગ્ય જીવ છે. જે 'પદ'નો તમે સાક્ષાત્કાર પૂછ્યો, તે તેમને હજુ થયો નથી. પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિષેનું તેમના મુખથી શ્રવણ કર્યું. તો તે વિષે હાલ તો કંઈ લખી શકાય તેમ નથી. જોકે તેમણે તમને મિથ્યા કહ્યું નથી, એટલું જણાવી શકું છું. જેના વચનબળ જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવનમૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે; પણ તેનું ઓળખાણ થયું નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત્ કર્યું પણ હશે; તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ, રિદ્ધિયોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દૃષ્ટિ મલિન હતી; દૃષ્ટિ જો મલિન હોય તો તેવી સતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહં આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત્ તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે; બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બન્ને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે; પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દૃઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે, તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂઝતું નથી. ‘સજીવન મૂર્તિ’થી માર્ગ મળે એવો ઉપદેશ કરતાં પોતે પોતાને બંધન કર્યું છે; કે જે ઉપદેશનો લક્ષ તમે અમારા ઉપર જ માંડ્યો. અમે તો સજીવનમૂર્તિના દાસ છીએ, ચરણરજ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે ? કે જે દશામાં કેવળ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy