SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકજને પ્રાપ્ત કરાવવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે; અને તે (અ)મને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે; આજે અતિ અતિ સ્મરણમાં છે; કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે; અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં, અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગનાને ઇચ્છીએ છીએ; અને તમારો સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. સત્સંગની અત્ર ખામી છે; અને વિકટ વાસમાં નિવાસ છે. હરિઇચ્છાએ ફર્યાફર્યાની વૃત્તિ છે. એટલે કંઈ ખેદ તો નથી; પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી; એ ચિંતના નિરંતર રહ્યા કરે છે. ભૂધર એક આજે કાગળ આપી ગયા. તેમ જ આપનું પરભારું એક પત્તુ મળ્યું. મણિને મોકલેલી ·વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. સંતોનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશ્યો છે, જો મણિ - એક જ વૃત્તિએ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે, તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાનો મોહ મણિ વિશેષ રાખે છે, કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મણિને મારી વિનંતિ છે. આપને જે પૂર્ણપદોપદેશક કર્કો કે પદ મોકલવા ઇચ્છા છે, તે કેવા ઢાળમાં અથવા રાગમાં, તે માટે આપને યોગ્ય લાગે તે જણાવશો. ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. વિશેષ કંઈ લખ્યું જતું નથી. પરમાનંદ છે, પણ અસત્સંગ છે અર્થાત્ સત્સંગ નથી. વિશેષ આપની કૃપાદૃષ્ટિ એ જ. ૨૦૨ વિત આજ્ઞાંકિતના દંડવત્ મુંબઈ, માહ વદ ૩, ૧૯૪૭ સુજ્ઞ મહેતા ચત્રભુજ, જીવનું કલ્યાણ થાય તે માર્ગ આરાધવો ‘શ્રેયસ્કર’ છે, એમ વારંવાર કહ્યું છે છતાં અહીં એ વાતનું સ્મરણ કરાવું છું. મારાથી કંઈ પણ હમણાં લખવામાં આવ્યું નથી, તેનો ઉદ્દેશ એટલો જ કે સંસારી સંબંધ અનંત વાર થયો છે, અને જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવા ઇચ્છા નથી. પરમાર્થ વાટે વહાલપ ઉપજે એવો પ્રકાર ધર્મ છે. તેને આરાધજો. રામ ના ܀܀܀܀܀ ૨૦૩ ૐ સત્સ્વરૂપ વિ0 રાયચંદના ય મુંબઈ, માહ વદ ૪, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ, આજે એક તમારું પત્ર મળ્યું. તે પહેલાં ત્રણેક દિવસ પહેલાં એક પત્ર સવિગત મળ્યું હતું. તે માટે કંઈ અસંતોષ થયો નથી. વિકલ્પ કરશો નહીં. ૧. જુઓ આંક ર૦૦ ૨. મણિલાલ - તે શ્રી સૌભાગ્યભાઈના પુત્ર
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy