SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org મુ-પણે રહેવું પડે છે એવા જિજ્ઞાસુ, વર્ષ ૨૪ મું ૧૯૬ ૨૦૧ મુંબઈ, માહ સુદ ૭, રવિ, ૧૯૪૭ જીવને બે મોટાં બંધન છેઃ એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છંદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે. વ્યાખ્યાન કરવું પડે તો કરવું; પણ આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે, એમ સમજતાં જતાં ઉદાસીન ભાવે કરવું. ન કરવા માટે જેટલા સામાને રુચિકર અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા, અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું. ૧૯૭ આપનું આનંદરૂપ પત્ર મળ્યું. તેવા પત્રનાં દર્શનની તૃષા વધારે છે. મુંબઈ, માહ સુદ ૯, મંગળ, ૧૯૪૭ જ્ઞાનના 'પરોક્ષ-અપરોક્ષ' વિષે પત્રથી લખી શકાય તેમ નથી; પણ સુધાની ધારા પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જો અસંગતાની સાથે આપનો સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે; કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે. અને તે જ વાટ તેનાં દર્શનની છે; આ ઉપાધિયોગમાં એ દર્શન ભગવત્ થવા દેશે નહીં, એમ તે મને પ્રેરે છે; માટે એકાંતવાસીપણે જ્યારે થવાશે ત્યારે ચાહીને ભગવતે રાખેલો પડદો એક થોડા પ્રયત્નમાં ટળી જશે. આટલા ખુલાસા સિવાય બીજો પત્ર વાટે ન કરી શકાય. હાલમાં આપના સમાગમ વિના આનંદનો રોધ છે. વિ આજ્ઞાંકિત ૧૯૮ સને અભેદભાવે નમોનમઃ મુંબઈ, માહ સુદ ૧૧, ગુરુ, ૧૯૪૭ પત્ર આજે મળ્યું. અત્ર આનંદ છે (વૃત્તિરૂપ). કેવા પ્રકારથી હમણાં કાળક્ષેપ થાય છે તે લખશો. બીજી બધી પ્રવૃત્તિ કરતાં જીવને યોગ્યપણું પ્રાપ્ત થાય તેવી વિચારણા કરવી યોગ્ય છે; અને તેનું મુખ્ય સાધન સર્વ પ્રકારના કામભોગથી વૈરાગ્યસમેત સત્સંગ છે. સત્સંગ(સમવયી પુરુષોનો, સમગુણી પુરુષોનો યોગમાં, સતનો જેને સાક્ષાત્કાર છે એવા પુરુષનાં વચનોનું પરિચર્યન કરવું કે જેમાંથી કાળે કરીને સતની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સત્ન પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત્તુ પ્રાપ્ત થાય છે. સત્ સમજાય છે, સત્તનો માર્ગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે; આ અમારું હૃદય છે. આ કાળ સુલભબોધીપણું પ્રાપ્ત થવામાં વિઘ્નભૂત છે. કંઈક (બીજા કાળ કરતાં બહુ) હજુ તેનું વિષમપણું ઓછું છે; તેવા સમયમાં વક્રપણું, જડપણું જેનાથી પ્રાપ્ત થાય છે એવા માયિક વ્યવહારમાં ઉદાસીન થવું શ્રેયસ્કર છે . . . સતનો માર્ગ કોઈ સ્થળે દેખાતો નથી. તમને બધાને હમણાં જે કંઈ જૈનનાં પુસ્તકો વાંચવાનો પરિચય રહેતો હોય, તેમાંથી જગતનું ૧. મુનિ-મુનિશ્રી લલ્લુજી
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy