SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૯ મુંબઈ, પોષ સુદ ૫, ગુરુ, ૧૯૪૭ અલખનામ ધુનિ લગી ગગનમેં, મગન ભયા મન મેરા જી, આસન મારી સુરત દેઢ ધારી, દિયા અગમ ઘર ડેરા જી. દરશ્યા અલખ દેદારા જી. ૧૯૦ મુંબઈ, પોષ સુદ ૯, ૧૯૪૭ ચિ ત્રિભોવનનું લખેલું પત્ર ગઈ કાલે મળ્યું. તમને અમારાં એવાં વ્યાવહારિક કાર્ય - કથનથી પણ વિકલ્પ ન થયો એ માટે સંતોષ થયો છે. તમારે પણ સંતોષ જ રાખવો. પૂર્વાપર અસમાધિરૂપ થાય તે ન કરવાની શિક્ષા પ્રથમ પણ આપી છે. અને અત્યારે પણ એ શિક્ષા વિશેષ સ્મરણમાં લેવી યોગ્ય છે. કારણ એમ રહેવાથી ઉત્તરકાળે ધર્મપ્રાપ્તિ સુલભ થાય, જેમ તમને અસમાધિ પૂર્વાપર પ્રાપ્ત ન થાય તેમ આજ્ઞા થશે. ચુનીલાલનો દ્વેષ ક્ષમા કરવા યોગ્ય છે. વખતોવખત કુંવરજીને પત્ર લખવા તે લખે છે માટે લખશો. ૧૯૧ વિશ્વ રાયચંદના થતુ મુંબઈ, પોષ સુદ ૧૦, સોમ, ૧૯૪૭ મહાભાગ્ય જીવન્મુક્ત, આપનું કૃપાપનું આજે ૧ આવ્યું. તે વાંચી પરમ સંતોષ થયો. પ્રશ્નવ્યાકરણમાં સત્યનું માહાત્મ્ય વાંચ્યું છે. મનન પણ કરેલું હતું. હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે. હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે. આપ પરમાર્થ માટે જે પરમ આકાંક્ષા રાખો છો, તે ઈશ્વરેચ્છા હશે તો કોઈ અપૂર્વ વાટેથી પાર પડશે. જેઓને ભ્રાંતિથી કરી પરમાર્થનો લક્ષ મળવો દુર્લભ થયો છે એવા ભારતક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમકૃપાળુ પરમકૃપા કરશે; પરંતુ હમણાં થોડો કાળ તેની ઇચ્છા હોય તેવું જણાતું નથી. આયુષ્યમાન ભાઈ, આજે તમારું પત્ર ૧ મળ્યું. ܀܀܀ ૧૯૨ મુંબઈ, પોષ સુદ ૧૪, શુક્ર, ૧૯૪૭ તમને કોઈ પણ પ્રકારે પૂર્વાપર ધર્મપ્રાપ્તિ અસુલભ થાય એમ કરીને કંઈ પણ ન કરવા આજ્ઞા હતી; તેમ જ છેવટના પત્તામાં જણાવ્યું હતું કે હાલ એ વિષે કશી તજવીજ કરશો નહીં. જો જરૂર પડશે તો જેમ તમને પૂર્વાપર અસમાધિ નહીં થાય તેમ તે સંબંધી કરવા લખીશ. આ વાક્ય યથાયોગ્ય સમજાયું હશે. તથાપિ કંઈ ભક્તિદશાનુયોગે એમ કર્યું જણાય છે. કદાપિ તમે એટલું પણ ન કર્યું હોત તો અત્ર આનંદ જ હતો. પ્રાયે એવા પ્રસંગમાં પણ બીજા પ્રાણીને દુભાવવાનું ન થતું હોય તો આનંદ જ રહે છે. એ વૃત્તિ મોક્ષાભિલાષીને તો બહુ ઉપયોગી છે, આત્મસાધનરૂપ છે. સન્ સપે કહેવાની પરમ જિજ્ઞાસા જેની નિરંતર હતી એવા મહાભાગ્ય કબીરનું એક પદ એ વિષે સ્મરણ કરવા જેવું છે. અહીં એક તેની માથેની ટૂંક લખી છેઃ “કરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેના જી.'' એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થચિંતા હોય એ વિષય જુદો છે; વ્યવહારચિંતાનું વૈદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy