SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૫૩ મહત્ત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે, અને તેવા જીવો સમર્થ ચક્રવર્તી જેવી પદવીએ છતાં તેનો ત્યાગ કરી, કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે, અને જરૂર તે છૂટે છે. દીનબંધુની દૃષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં; બંધાવાના કામીને છોડવો નહીં. અહીં વિકલ્પી જીવને એવો વિકલ્પ ઊઠે કે જીવને બંધાવું ગમતું નથી, સર્વને છૂટવાની ઇચ્છા છે, તો પછી બંધાય છે કાં ? એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે, એવો અનુભવ થયો છે કે, જેને છૂટવાની દૃઢ ઇચ્છા થાય છે, તેને બંધનનો વિકલ્પ મટે છે; અને એ આ વાર્તાનો સત્સાક્ષી છે. એક બાજુથી પરમાર્થમાર્ગ ત્વરાથી પ્રકાશવા ઇચ્છા છે, અને એક બાજુથી અલખ 'લે'માં સમાઈ જવું એમ રહે છે. અલખ 'લે'માં આત્માએ કરી સમાવેશ થયો છે, યોગે કરીને કરવો એ એક રટણ છે, પરમાર્થનો માર્ગ ઘણા મુમુક્ષુઓ પામે, અલખ સમાધિ પામે તો સારું અને તે માટે કેટલુંક મનન છે. દીનબંધુની ઇચ્છા પ્રમાણે થઈ રહેશે. અદ્ભુત દશા નિરંતર રહ્યા કરે છે, અબધુ થયા છીએ; અબધુ કરવા માટે ઘણા જીવો પ્રત્યે દૃષ્ટિ છે. મહાવીર દેવે આ કાળને પંચમકાળ કહી દુષમ કહ્યો, વ્યાસે કળિયુગ કહ્યો; એમ ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કહ્યો છે; એ વાત નિઃશંક સત્ય છે. કારણ, ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયાં છે, અર્થાત્ સંપ્રદાયોમાં રહ્યાં નથી અને એ મળ્યા વિના જીવનો છૂટકો નથી. આ કાળમાં મળવાં દુષમ થઈ પડ્યાં છે, માટે કાળ પણ દુષમ છે. તે વાત યથાયોગ્ય જ છે. દુષમને ઓછા કરવા આશિષ આપશો. ઘણુંય જણાવવાની ઇચ્છા થાય છે, પણ લખવાની કે બોલવાની ઝાઝી ઇચ્છા રહી નથી. ચેષ્ટા ઉપરથી સમજાય તેવું થયા જ કરો, એ ઇચ્છના નિશ્ચળ છે. વિત આજ્ઞાંકિત રાયચંદના દંડવત્ સુજ્ઞ ભાઈ શ્રી ત્રિભોવન, તમારું પત્ર ૧ મલ્યું. મનન કર્યું. ܀܀܀܀܀ ૧૭૭ મુંબઈ, કારતક વદ ૧૪, ગુરુ, ૧૯૪૭ અંતરની પરમાર્થવૃત્તિઓ થોડા કાળ સુધી પ્રગટ કરવા ઇચ્છા થતી નથી. ધર્મને ઇચ્છવાવાળાં પ્રાણીઓનાં પત્રપ્રશ્નાદિક તો અત્યારે બંધનરૂપ માન્યાં છે. કારણ જે ઇચ્છાઓ હમણાં પ્રગટ કરવા ઇચ્છા નથી, તેના અંશો (નહીં ચાલતાં) તે કારણથી પ્રગટ કરવા પડે છે. નિત્ય નિયમમાં તમને અને બધા ભાઈઓને હમણાં તો એટલું જ જણાવું છું કે જે જે વાટેથી અનંતકાળથી ગ્રહાયેલા આગ્રહનો, પોતાપણાનો, અને અસત્સંગનો નાશ થાય તે તે વાટે વૃત્તિ લાવવી; એ જ ચિંતન રાખવાથી, અને પરભવનો દૃઢ વિશ્વાસ રાખવાથી કેટલેક અંશે તેમાં જય પમાશે. ૧૭૮ વિ રાયચંદના થ મુંબઈ, કારતક વદ ૦)), શુક્ર, ૧૯૪૭ સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, અત્ર આનંદવૃત્તિ છે. તમારી અને બીજા ભાઈઓની આનંદવૃત્તિ ઇચ્છું છું. તમારા પિતાજીનાં બે પત્રો ધર્મ વિષયે મળ્યાં. એ વિષે શું ઉત્તર લખવો ? તેનો બહુ વિચાર રહે છે. હમણાં તો હું કોઈને સ્પષ્ટ ધર્મ આપવાને યોગ્ય નથી, અથવા તેમ કરવા મારી ઇચ્છા રહેતી નથી, ઇચ્છા રહેતી નથી એનું કારણ ઉદયમાં વર્તતાં કર્મો છે. તેઓની વૃત્તિ મારા તરફ વળવાનું કારણ
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy