SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૨૩૩ તો એકદમ આંખ તીરછી થઈ જશે. ન ફાવ્યા તો લોકનો ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના મયવાળો, રોગના ભયવાળો, આજીવિકાના ભયવાળો, યશ હશે તો તેની રક્ષાના ભયવાળો, અપયશ હશે તો તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તો તેને લેવાના ભયવાળો, દેશું હશે તો તેની હાયવોયના ભયવાળો, સ્ત્રી હશે તો તેની....ના ભયવાળો, નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળો, પુત્રપુત્રાદિક હશે તો તેની કડાકૂટના ભયવાળો, નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલવાળો, ઓછી રિદ્ધિ હશે તો વધારેના ખ્યાલવાળો, વધારે હશે તો તેને બાથ ભરવાના ખ્યાલનો, એમ જ પ્રત્યેક સાધનો માટે અનુભવ થશે. ક્રમે કે વિક્રમે ટૂંકામાં કહેવાનું કે, સુખનો સમય હવે કર્યો કહેવી ? બાલાવસ્થા ? યુવાવસ્થા ? જરાવસ્થા ? નીરોગાવસ્થા ? રોગાવસ્થા ? ધનાવસ્થા ? નિર્ધનાવસ્થા ? ગૃહસ્થાવસ્થા ? અગૃહસ્થાવસ્થા ? એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દૃષ્ટિ કરાવી, સર્વ કાળને માટે સુખી કરે છે. એટલે કહ્યું શું ? તો કે વધારે જિવાયું તોપણ સુખી, ઓછું જિવાયું તોપણ સુખી, પાછળ જન્મવું હોય તોપણ સુખી, ન જન્મવું હોય તોપણ સુખી. ܀܀܀܀܀ (3) મુંબઈ, માગશર સુદ ૧-૨, રવિ, ૧૯૪૬ હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાએ, હું એકાદશ વર્ષની પર્યાયે, છઠ્ઠું છઠ્ઠું સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતાં, પૂર્વાનુપૂર્વીએ ચાલતાં, એક ગામથી બીજે ગામ જતાં, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ, ત્યાં આવ્યો; આવીને અશોકવર પાદપની નીચે, પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુદ્ગલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇંદ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો. (ચમર) ૧ નીચેના નિયમો પર બહુ લક્ષ આપવું. ܀܀܀܀ (૪) મુંબઈ, પોષ સુદ ૩, બુધ, ૧૯૪૬ ૧. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશ્ય વિના બીજી વાત ન કરવી જોઈએ. ૨. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ. ૩. પોતે ધીરજથી તેનો સદુત્તર આપવો જોઈએ. ૪. જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉંચ્ચારવી જોઈએ. ૫. ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. ૬. લોકોથી ધર્મવ્યવહારમાં પડવું નહીં. (૫) મુંબઈ, વૈશાખ વદ ૪, ગુરુ, ૧૯૪૬ Audio આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોંગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ. વિવેક વિવેચક્ર તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. ૧. શ્રી ભગવતીસૂત્ર, શતક ૩, ઉદ્દેશક ર.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy