SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૨૧૩ એક ભોગી થવાનો બોધ કરે છે. એક યોગી થવાનો બોધ કરે છે. એ બેમાંથી કોને સમ્મત કરીશું ? બન્ને શા માટે બોધ કરે છે ? બન્ને કોને બોધ કરે છે ? કોના પ્રેરવાથી કરે છે ? કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કાં લાગે છે ? એનાં કારણો શું છે ? તેનો સાક્ષી કોણ છે ? તમે શું વાંછો છો ? તે ક્યાંથી મળશે વા શામાં છે ? તે કોણ મેળવશે ? ક્યાં થઈને લાવશો ? લાવવાનું કોણ શીખવશે ? વા શીખ્યા છીએ ? શીખ્યા છો તો ક્યાંથી શીખ્યા છો ? અપુનવૃત્તિરૂપે શીખ્યા છો ? નહીં તો શિક્ષણ મિથ્યા કરશે. જીવન શું છે ? જીવ શું છે ? તમે શું છો ? તમારી ઇચ્છાપૂર્વક કાં નથી થતું ? તે કેમ કરી શકશો ? બાધતા પ્રિય છે કે નિરાબાધતા પ્રિય છે ? તે ક્યાં ક્યાં કેમ કેમ છે ? એનો નિર્ણય કરો. અંતરમાં સુખ છે. બારમાં નથી. સત્ય કહું છું. !! હૈ જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે; તે બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સ્થિતિ રહેવી બહુ વિકટ છે; નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એનો દૃઢ ઉપયોગ રાખવો જોઈએ. એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તો તું મૂંઝાઈશ નહીં. નિર્ભય થઈશ. હૈ જીવ ! તું ભૂલ મા. વખતે વખતે ઉપયોગ ચૂકી કોઈને રંજન કરવામાં, કોઈથી રંજન થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભુલ થાય છે. તે ન કર, ܀܀܀܀܀
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy