SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ સુજ્ઞ ભાઈશ્રી, http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૩ મું ૧૦૬ ૧૧ મુંબઈ, ફાગણ સુદ ૮, ૧૯૪૬ તમારું પત્ર અને પત્તું બન્ને મળ્યાં હતાં. પત્રને માટે તમે તૃષા દર્શાવી તે વખત મેળવી લખી શકીશ. વ્યવહારોપાધિ ચાલે છે. રચનાનું વિચિત્રપણું સમ્યજ્ઞાન બોધે તેવું છે. ત્રિભોવન અહીંથી સોમવારે રવાના થવાના હતા. તમને મળવા આવી શક્યા હશે. તમે, તેઓ અને બીજા તમને લગતા માંડલિકો ધર્મને ઇચ્છો છો. તે જો સર્વનું અંતરાત્માથી ઇચ્છવું હશે તો પરમ કલ્યાણરૂપ છે. મને તમારી ધર્મજિજ્ઞાસાનું રૂડાપણું જોઈ સંતોષ પામવાનું કારણ છે. જનમંડળની અપેક્ષાએ હતભાગ્યકાળ છે. વધારે શું કહેવું ? એક અંતરાત્મા જ્ઞાની સાક્ષી છે. ܀܀܀܀܀ ૧૦૭ વિ0 રાયચંદના પ્રણામ, તમને અને તેમને. મુંબઈ. ફાગણ વદ ૧, ૧૯૪૬ ૧ લોક પુરુષસંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કંઈ લહ્યો ? એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ૧ શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જેમ જણાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. ૨ ܀܀܀܀ ૨ શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુ:ખી? પોતે શું ? ક્યાંથી છે આપ ? એનો માગો શીઘ્ર જવાપ. ૧ ܀܀܀܀܀ ૩ જ્યાં શંકા ત્યાં ત્રણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ ગુરુ ઓળખવા ધટ વેરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુ;ખરંગ. ૨ ܀܀܀܀܀ ૨ ૪ જે ગાયો તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ ખરી. ૧ મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને; પ્રથમ અંત ને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ. ર જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, “ઉપાય કાં નહીં?” શંકા જાય. ૩ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધમુક્તિયુત જીવ, નીરખી ટાળે શોક સદીવ. ૪ બંધયુક્ત જીવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચીત; પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન. ૫ જો કે પુદ્ગલનો એ દેહ, તોપણ ઔર સ્થિતિ ત્યાં છેઠ: સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. ૬ Audio
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy