SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર એટલા જ માટે “ખર્ચ” અને ‘કામ’ પછી મૂકવામાં આવ્યા છે. ગૃહસ્થાશ્રમી એકાંત ધર્મસાધન કરવા ઇચ્છે તો તેમ ન થઈ શકે, સર્વસંગપરિત્યાગ જ જોઈએ. ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃત્ય યોગ્ય નથી. અને ગૃહસ્થાશ્રમ જો- ૯૮ [અપૂર્ણ] મુંબઈ, પોષ વદ ૯, ભોમ, ૧૯૪૬ તમારું પત્તું આજે મલ્યું. વિગત વિદિત થઈ. કોઈ પ્રકારે તેમાં શોક કરવા જેવું કંઈ નથી. તમને શરીરે શાતા થાઓ એમ ઇચ્છું છું. તમારો આત્મા સદ્ભાવને પામો એ જ પ્રયાચના છે. મારી આરોગ્યના સારી છે. મને સમાધિભાવ પ્રશસ્ત રહે છે. એ માટે પણ નિશ્ચિંત રહેશો. એક વીતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યાં રહેશો. ܀܀܀ તમારો શુભચિંતક રાયચંદ્ર મુંબઈ, પોષ, ૧૯૪૬ આર્ય ગ્રંથકર્તાઓએ બોધેલા ચાર આશ્રમ જે કાળમાં દેશની વિભૂષારૂપે પ્રવર્તતા હતા તે કાળને ધન્ય છે ! ચાર આશ્રમમાં પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ, એમ અનુક્રમ છે. પણ આશ્ચર્ય એ કહેવું પડે છે કે, તેવો અનુક્રમ જો જીવનનો હોય તો ભોગવવામાં આવે. સરવાળે સો વર્ષના આયુષ્યવાળો, તેવી જ વૃત્તિએ ચાલ્યો આવ્યો તો તે આશ્રમનો ઉપભોગ લઈ શકે. પ્રાચીન કાળમાં અકાળિક મોત ઓછાં થતાં હોય એમ એ આશ્રમના બાંધા પરથી સમજાય છે. ૧૦૦ મુંબઈ, પોષ, ૧૯૪૬ આર્યભૂમિકા પર પ્રાચીન કાળમાં ચાર આશ્રમ પ્રચલિત હતા, એટલે કે, આશ્રમધર્મ મુખ્ય કરીને પ્રવર્તતો હતો. પરમર્ષિ નાભિપુત્રે ભારતમાં નિગ્રંથધર્મને જન્મ આપવા પ્રથમ તે કાળના લોકોને વ્યવહારધર્મનો ઉપદેશ એ જ આશયથી કર્યો હતો. કલ્પવૃક્ષથી મનોવાંછિતપણે ચાલતો તે લોકોનો વ્યવહાર હવે ક્ષીણ થતો જતો હતો; તેઓમાં ભદ્રપણું અને વ્યવહારની પણ અજ્ઞાનતા હોવાથી, કલ્પવૃક્ષની સમૂળગી ક્ષીણતા વેળા બહુ દુઃખ પામશે એમ અપૂર્વજ્ઞાની ઋષભદેવજીએ જોયું. તેમની પરમ કરુણાર્દષ્ટિથી તેમના વ્યવહારની ક્રમમાલિકા પ્રભુએ બાંધી દીધી. તીર્થંકરરૂપે જ્યારે ભગવંત વિહાર કરતા હતા, ત્યારે તેમના પુત્ર ભરતે વ્યવહારશુદ્ધિ થવા માટે તેમના ઉપદેશને અનુસરી, ચાર વેદની તત્સમયી વિદ્વાનો સમીપે યોજના કરાવી; ચાર આશ્રમના ધર્મ તેમાં દાખલ કર્યા તેમજ ચાર વર્ણની નીતિરીતિ તેમાં દાખલ કરી. પરમ કરુણાથી ભગવાને જે લોકોને ભવિષ્યે ધર્મપ્રાપ્તિ થવા માટે વ્યવહારશિક્ષા અને વ્યવહારમાર્ગ બતાવ્યો હતો તેમને ભરતજીના આ કાર્યથી પરમ સુગમતા થઈ. ચાર વેદ, ચાર આશ્રમ, ચાર વર્ણ અને ચાર પુરુષાર્થ સંબંધી એ પરથી અહીં કેટલોક વિચાર કરવા ઇચ્છ છે, તેમાં પણ મુખ્ય કરીને ચાર આશ્રમ અને ચાર પુરુષાર્થ સંબંધી વિચાર કરીશું, અને છેવટે હેયોપાદેય વિચાર વડે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈશું. ચાર વેદ, જેમાં આર્યગૃહધર્મનો મુખ્ય ઉપદેશ હતો, તે આ પ્રમાણે હતા.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy